અમદાવાદની એસવીપી હોસ્પિટલ ફરી વિવાદમાં, મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સનુ દુષણ હવે હોસ્પિટલ સુધી પહોચી ગયુ છે. અમદાવાદ શહેરમા આવેલી એસવીપી હોસ્પિટલ(SVP Hospital) ફરી વિવાદમાં સપડાઈ છે. એસવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા હોવાનુ બહાર આવ્યુ છે. મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય બન્યો છે.
મળતી માહિતી મુજબ સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ એસવીપી હોસ્પિટલમાં આવીને ડ્રગ્સ લેતો હતો. સિક્યુરિટી સ્ટાફની પૂછપરછમાં સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો છે. હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી સોલા સિવિલનો મેડિકલ સ્ટુડન્ટ આવતો હતો. હાલમાં હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ત્યારે હવે મેડિકલ સ્ટુડન્ટ પણ ડ્રગ્સના સકંજામાં સપડાતા ગંભીર ચિંતાનો વિષય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એસવીપી હોસ્પિટલમાં દર્દી માટે કેન્ટીનમાંથી મગાવામાં આવેલા સૂપમાંથી જીવાત નીકળતા હડકંપ મચી જવા પામ્યો હતો. આ ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને દર્દીના પરિવારજનોએ દર્દી માટે આવેલા સૂપનો એક વીડિયો ઉતાર્યો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
Also Read –