ડિજિટલ ગુજરાત: 14,670 ગામોનું ડ્રોન સર્વેક્ષણ પૂર્ણ, 15.7 લાખ પ્રોપર્ટી કાર્ડ જારી!

અમદાવાદ: ગુજરાતમાં કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘સ્વામિત્વ’ (SVAMITVA – Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજનાએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. રાજ્યના 15,025 સૂચિત વસ્તીવાળા ગામોમાંથી, 14,670 ગામોમાં ડ્રોન સર્વેક્ષણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ સર્વેક્ષણના આધારે, 9,680 ગામોમાં રહેતા નાગરિકોને અત્યાર સુધીમાં લગભગ 15.7 લાખ પ્રોપર્ટી કાર્ડ (મિલકત કાર્ડ) જારી કરવામાં આવ્યા છે.
‘સ્વમિત્વ’ યોજના હેઠળ, ગુજરાતમાં તૈયાર કરવામાં આવેલા માલિકીના નકશાને રાજ્યના વિવિધ જમીન રેકોર્ડ્સ અને ડિજિટલ પ્લેટફોર્મ સાથે અસરકારક રીતે જોડવામાં આવ્યા છે. આ દૂરથી એકત્રિત કરવામાં આવેલા ડેટાને ચકાસવા માટે, ગુજરાતમાં ‘સ્વમિત્વ’ ડેટાને માલિકની વિગતો મેળવવા માટે રાજ્યના ગ્રામ સુવિધા પોર્ટલ સાથે જોડવામાં આવ્યો છે. આ ચકાસણી પ્રક્રિયા રાજ્ય દ્વારા બનાવવામાં આવેલા પોર્ટલ પર પૂર્ણ કરવામાં આવે છે, જેના પરિણામે અંતિમ પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે. વધુમાં, જારી કરાયેલા અંતિમ પ્રોપર્ટી કાર્ડ્સને તેમના નિયમિત જાળવણી અને અપડેટ્સ માટે રાજ્યના સિટી સર્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથે પણ જોડવામાં આવે છે, જે ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સની ચોકસાઈ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરે છે.
આ યોજનાનું એક મહત્ત્વનું પાસું એ છે કે પ્રોપર્ટી કાર્ડ હવે ગ્રામીણ માલિકો માટે નાણાકીય સંપત્તિ તરીકે કામ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ‘સ્વમિત્વ’ પ્રોપર્ટી કાર્ડના આધારે અત્યાર સુધીમાં 3.73 કરોડ રૂપિયાની કુલ 43 લોન લેવામાં આવી છે. આ લોનનો ઉપયોગ સામાન્ય રીતે નાના સમારકામ, વ્યવસાય સુધારણા અથવા અન્ય નાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થઈ શકે છે.
અમદાવાદ જિલ્લામાં 448 ગામોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. જેમાંથી 233 ગામોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને જ્યારે 1,10,469 પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. મહેસાણામાં 586 ગામોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, 438 ગામોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા અચે અને જિલ્લામાં 1,44,887 પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં 1192 ગામોનો સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને 743 ગામોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી દેવામાં આવ્યા છે અને 1,34,363 પ્રોપર્ટી કાર્ડ જનરેટ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં 448 ગામો, અમેરલીમાં 595, અરવલ્લીમાં 480, આણંદમાં 309, કચ્છમાં 719, ખેડામાં 498, ગાંધીનગરમાં 245, ગીર સોમનાથમાં 331, છોટા ઉદેપુરમાં 275, જામનગરમાં 403, જૂનાગઢમાં 472, ડાંગમાં 297, તાપીમાં 408, દાહોદમાં 108, દેવભૂમિ દ્વારકામાં 246, નર્મદામાં 471, નવસારીમાં 226, પંચમહાલમાં 329, પાટણમાં 506, પોરબંદરમાં 142, બનાસકાંઠામાં 1192, બોટાદમાં 179, ભરૂચમાં 639, ભાવનાગરમાં 640, મહીસાગરમાં 472, મહેસાણામાં 586, મોરબીમાં 328, રાજકોટમાં 573, વડોદરામાં 574, વલસાડમાં 251, સાબરકાંઠામાં 535, સુરતમાં 634 અને સુરેન્દ્રનગરમાં 559 ગામોમાં ડ્રોન સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો…ગુજરાતમાં સીએમ ભુપેન્દ્ર પટેલે રૂપિયા 11,360 કરોડના 27 પ્રોજેક્ટ્સની સમીક્ષા કરી



