આપણું ગુજરાત

દિવાળીના તહેવારના સમયે જ ૧૮૬૩ કિલો ઘી-તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત અને વલસાડ ખાતેથી ખોરાક-ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ રૂા. ૬.ર૪ લાખથી વધુનો ૧૮૬૩ કિલોગ્રામ ઘી અને તેલનો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો હતો જેના વિવિધ નવ નમૂના લઈને તેની તપાસ કરાઈ રહી છે.
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લાના વાપી તાલુકા સ્થિત મે. શ્રી શિવશક્તિ ઓઈલ મિલના માલિક નિમેષકુમાર કિશોરભાઈ અગ્રવાલની હાજરીમાં તપાસ કરતા ત્યાં શંકાસ્પદ જણાતા રાઈના તેલના અને રાઈસ બ્રાન્ડ તેલના પણ નમૂના લેવાયા હતા. રૂા. ર,૮૯,૦૩૮નો ૧૦ર૪ કિગ્રા તેલનો જથ્થો જપ્ત કરાયો હતો. વલસાડના વાપીની જ મે. સન એગ્રો ફૂડસમાં પણ તપાસ કરતા રાયડા તેલ અને રાઈસ તેલનો ૧,પ૩,૦૦૦ની કિંમતનો પર૪.૩૮ કિગ્રા શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો હતો. આ ઉપરાંત સુરતમાં મે. ર૪ કેરેટ મીઠાઈ મેજિક ખાતે તપાસ કરતા વીઆરસી ટેસ્ટ બેસ્ટ દેશી ઘી બ્રાન્ડનો શંકાસ્પદ ઘીનો નમૂનો લેવાયો હતો. આ ઘી બાબતે માલિક બ્રિજ કિશોરભાઈ મીઠાઈવાલાને વધુ પૂછપરછ કરતા તેમણે હોલસેલરનું સરનામું આપ્યું હતું આ પેઢી ઉપર આખી રાત ફૂડ સેફટી ઓફિસરે વોચ રાખીને પેઢીના જવાબદાર વેપારી કપિલ પાસેથી વહેલી સવારે ટેસ્ટ બેસ્ટ દેશી ઘીનો નમૂનો તેઓની હાજરીમાં લઈ બાકીનો આશરે ૩૧૪.ર કિગ્રા. જથ્થો કે જેની કિ. રૂા. ૧,૮ર,ર૩૬ થવા જાય છે તે જપ્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker