પોલીસ પકડથી બચવા સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર

ભુજ: હાલમાં જ કચ્છના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ સાથે ઝડપાયેલી સીઆઈડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા ચૌધરી પર હાલ અદાલતી કાર્યવાહી ચાલી રહી છે પરંતુ આ દરમિયાન નીતા ચૌધરી ફરાર થઈ ગયા છે. હજુ ગઇકાલે જ નિતા ચૌધરીને મળેલા જામીનને પોલીસ દ્વારા ઉપલી કોર્ટમાં પડકરાવમાં આવતા કોર્ટે જામીન રદ કર્યા હતા. આથી પોલીસ ધરપકડથી બચવા હાલ તેઓ ફરાર થઈ ગઇ છે. તેને શોધવા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પણ બનાવવામાં આવી છે.
હાલમાં જ ભચાઉ પોલીસને સફેદ રંગની થાર કારમાં કેટલાંક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે હોવાની બાતમી મળ્યા બાદ સફેદ રંગની થારને પકડી પાડી હતી. જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બેઠી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસ કર્યો હતો અને થાર ગાડી ભાગવી મૂકી હતી. બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો. કાર્યવાહી દરમિયાન કારની અંદરથી દારૂની બોટલો મળી હતી.
જેની મહિલા પોલીસ કોન્સ્ટેબલ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે તે નીતા ચૌધરી પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. નીતા ચૌધરી સાથે સાથે ઝડપાયેલા બુટલેગર સામે દારૂની હેરાફેરી સહિત 16થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસકર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.