આપણું ગુજરાતટોપ ન્યૂઝ

મોંઘવારીનો માર: ખાદ્યતેલના ભાવમાં એક સપ્તાહમાં 400 રૂપિયાનો ઉછાળો

અમદાવાદઃ સતત વધતી જતી મોંઘવારી ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે ઘર સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં બેફામ વધારાએ મધ્યમ વર્ગની કમર તોડી નાખી છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જેમાં કપાસિયા તેલના ભાવમાં અઠવાડિયામાં 15 કિલોએ રૂ. 400નો વધારો કરવામાં આવ્યો છે. પામઓઈલના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પામઓઈલ અને સુર્યમુખીના તેલની આયાત પર 32 ટકા જેવી કસ્ટમ્સ ડયુટી લાદી દેવામાં આવતા સ્થાનિક બજારમાં જયારથી ડયુટી અમલી બની છે ત્યારથી ભાવમાં ઉછાળો નોંધાઈ રહ્યો હોવાનું અનુમાન છે.

આયાતી તેલો પર કસ્ટમ્સ ડયુટીથી ભાવમાં ઉછાળો:
કેન્દ્ર સરકારે આયાતી તેલો પર કસ્ટમ્સ ડયુટી લાદી છે અને તેની અસર સ્થાનિક બજારમાં થઈ રહી છે. બીજીતરફ હોલસેલ અનાજ-કરિયાણાના વેપારીના જણાવ્યા મુજબ હાલ માર્કેટમાં કપાસિયા તેલની વધારે માંગ જોવા મળી રહી છે સામે કાચા માલની અછત પણ એટલી જ છે, આથી મીલરો દ્વારા પીલાણ થઈ શકતું નથી. આથી માર્કેટમાં તેલની અછત છે અને તેને કારણે ભાવ બેકાબુ બની ગયા છે. આ ભાવવધારાનો ખેલ દશેરા સુધી જોવા મળશે કેમકે ત્યારબાદ નવું તેલ બજારમાં આવતા ભાવ નીચા ઉતરવા માંડશે.

પામ ઓઈલના એક અઠવાડિયામાં રૂ. 300નો વધારો:
કપાસિયા તેલની માફક પામ ઓઈલ અને સુર્યમુખીના તેલના ભાવમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. પામઓઈલના ભાવમાં અઠવાડીયામાં રૂ. 300નો વધારો થયો છે. પામ ઓઈલના ભાવ એક અઠવાડિયા પહેલા 15 કિલોના રૂ. 1520 હતા તે આજે વધીને રૂ. 1900 થઈ ગયા છે. બીજીતરફ હાલ મીલરો કાચા માલની ભારે ખેંચ અનુભવી રહ્યા છે અને નવો માલ હજુ બજારમાં આવ્યો નથી આથી જે માલ પડયો છે તેમાં અત્યારે નફાખોરો દ્વારા નફો કમાવવાના હેતુથી ભાવવધારો કરવામાં આવી રહ્યો છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button