આપણું ગુજરાત
TRP ગેમ ઝોન કરૂણાંતિકામાં જવાબદાર લોકોને છોડતા નહીં, અસ્મિતા મંચ સુરેન્દ્રનગરની રજૂઆત
સમગ્ર ગુજરાતને હસ્મચાવતો ટીઆરપી અગ્નિકાંડ માનવ માત્રને હચમચાવી દે તેવો છે, ત્યારે સુરેન્દ્રનગર અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે અને કલેક્ટરને આવેદન પત્ર આપી રહ્યા છે કે જવાબદાર અધિકારીઓ કે કોઈપણ પદાધિકારીઓ ને છોડવામાં ન આવે. આજરોજ આપના અગ્રણી કમલેશ કોટેચાની રાહબરી નીચે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ શહેરની કલેકટર ઓફિસ સુધી શ્વેત વસ્ત્રો ધારણ કરી અને મૌન રહી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. કલેકટર ઓફિસની બહાર ઓમકાર બોલી અને મૌન તોડ્યું હતું.
નાનામાં નાનો માણસ પણ અંદરખાને વિરોધથી સળગી રહ્યો છે. આજે સર્વ નાગરિક સમિતિએ કોઈપણ પક્ષ કે જ્ઞાતિ જાતિ વગર સ્વયંભૂ એકત્રિત થઈ સુરેન્દ્રનગરમાં અનોખો વિરોધ કર્યો હતો.
તંત્રને કડક હાથે પગલા લેવા માટે વિનંતી કરવામાં આવી છે.
Also Read –