સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વડવાળા મંદિર દિવાળીની રોશનીથી ઝળહળી ઉઠ્યું...
આપણું ગુજરાત

સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વડવાળા મંદિર દિવાળીની રોશનીથી ઝળહળી ઉઠ્યું…

સુરેન્દ્રનગર: દિવાળીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ગામ ખાતે આવેલું પૌરાણિક વડવાળા દેવ મંદિર ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. સમગ્ર દેશમાં રબારી અને માલધારી સમાજ માટે આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરે દિવાળી પર્વને ધ્યાનમાં રાખીને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો.

દિવાળી પર્વ નિમિત્તે વડવાળા દેવ મંદિરના દર્શનાર્થે લાખોની સંખ્યામાં અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ મંદિરને રંગબેરંગી રોશનીની હારમાળાઓથી સજાવવામાં આવ્યું હતું.

રાત્રિના સમયે આ રોશનીના કારણે મંદિરનો નજારો અત્યંત દિવ્ય અને મનમોહક બની ગયો હતો, જેના આકાશી દ્રશ્યો જોઈને કોઈ પણ મંત્રમુગ્ધ બની જાય.

વડવાળા દેવ મંદિરના આ ભવ્ય શણગારને કારણે સમગ્ર દુધરેજ ધામ ભક્તિ અને ઉલ્લાસના વાતાવરણમાં તરબોળ થયું હતું. આ આસ્થાના કેન્દ્ર પર થયેલો પ્રકાશનો વૈભવ શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો હતો.

આ પણ વાંચો…દિવાળીના મહાપર્વ પર ગુજરાત ઝળહળી ઉઠ્યું: ભુજથી લઈ દ્વારકા અને અક્ષરધામ મંદિરમાં દિવ્ય રોશનીનો વૈભવ…

સંબંધિત લેખો

Back to top button