
સુરત: ડાયમંડ સિટીથી ખ્યાત સુરતના( Surat) હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. આ વૈશ્વિક બજાર સાથે જોડાયેલા વ્યાપારમાં મંદી માટે અનેક કારણો જવાબદાર છે પરંતુ ચીન અને પૂર્વના અનેક દેશોએ છેલ્લા એકાદ દાયકાથી હીરાની પોલીશીંગ માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ચીનમાંથી આવતા સિન્થેટીક હીરાને કારણે ભારતીય હીરા ઉદ્યોગના વ્યવસાયને અસર થઈ રહી છે. સુરતના પ્રશ્નને કોંગ્રેસના સાંસદે સંસદમાં ઉઠાવ્યો હતો.
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે “ચીનમાંથી આવતા સિન્થેટીક હીરાને કારણે ભારતીય હીરા ઉદ્યોગના વ્યવસાયને અસર થઈ રહી છે. અમે ચીનથી આવતા સિન્થેટીક હીરાને અંકુશમાં રાખવા માટે નીતિ બનાવવાનું કહ્યું હતું. ગુજરાતના સુરતમાં ડાયમંડ પોલિશિંગમાં યુવાનોને રોજગાર મળે છે. સિન્થેટિક ડાયમંડના આગમનને કારણે સુરતમાં ડાયમંડ પોલિશ કરનારાઓ આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે અને હીરાના કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. સરકારની ખોટી નીતિઓની અસર દેશના હીરા બજાર પર પડી રહી છે.
ડાયમંડ સિટી તરીકે ખ્યાત સુરતમાં હીરા ઉદ્યોગને ભારે મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મંદી માટેના અનેક કારણો જવાબદાર છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે તેની અસર અમેરિકા સહિતના દેશો પર દેખાઈ રહી છે. હીરા ઉદ્યોગની વાત કરીએ તો પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. મોટી ફેક્ટરીઓમાં વેકેશન આપવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદી છે. ભારતમાંથી 60 ટકા હીરા અમેરિકામાં જ નિકાસ થાય છે.
સુરતમાં વિશ્વભરમાંથી ઓરીજીનલ હીરા પોલીસ કરવા માટે સુરતમા આવે છે. દાયકાઓથી સુરતના રત્ન કલાકારો ઓરીજીનલ રફ હીરાને ખરીદી લઈને તેને પોલીસ કરીને વિદેશમાં નિકાસ કરી રહ્યા છે. પરંતુ છેલ્લા એકાદ દાયકાથી ચીન અને પૂર્વ એશિયાના અનેક દેશોએ હીરાના પોલીસીંગ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. તેની સસ્તી મજુરીના કારણે સુરતનાં હીરા પોલીસીંગના વ્યવસાયને થોડો ફટકો પડવા પામ્યો છે. વિશ્વમાં વિવિધ કારણોસર ઓરીજીનલ હીરાની માંગ સતત ઘટી રહી છે અને બીજી તરફ સિન્થેટીક હીરાને કારણે ભારતીય હીરા ઉદ્યોગના વ્યવસાયને અસર થઈ રહી છે.