આપણું ગુજરાત

Surat weather: સુરતમાં વહેલી સવારે મેઘરાજાની પધરામણી, ગરમીથી ત્રસ્ત લોકોમાં આનંદની લાગણી

સુરત: આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારે વરસાદ (Surat Weather) શરૂ થયો હતો. વરાછા, કાપોદ્રા, કતારગામ, લીંબાયત, ઉધના, રાંદેર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરતનું આકાશ કાળા ડિંબાગ વાદળોથી ઘેરાય ગયું હતું. ત્યારબાદ હળવા વરસાદની શરૂઆત થઈ હતી. વહેલી સવારે જ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સવારના સમયે જ વરસાદ આવતા નોકરી-ધંધે જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Read more: ગીર-તાલાળા ટુ અમેરિકા, વાયા બાવળા…. આ રીતે કેસર કેરીની સોડમ રેલાય છે અમેરિકા સુધી

હવામાન વિભાગ દ્વારા આજે 14મી જૂનના રોજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે. આ ઉપરાંત 15મી જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ પડશે. તેમજ 16મી જૂનના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ પડશે.

Read more: નવસારી સબ જેલમાં કેદીને સનેપાત ઉપડ્યો, ઝાડ પર ચડી હોબાળો મચાવ્યો

જ્યારે 17મી જૂનના નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથમાં વરસાદ રહેશે. તેમજ 18મી જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, ગીર-સોમનાથ વરસાદ વરસવાની અગાહી કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ