આપણું ગુજરાત

કડકાઈઃ સુરત ટ્રાફિક પોલીસે આટલા લાયસન્સ સસ્પેન્ડ કર્યા


સુરત શહેર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક નિયમનું ભંગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાલુ બાઇકે ફોન પર વાત કરનારા, રોંગ સાઈડમાં વાહન ચલાવનારા અને બેજવાબદારીપૂર્વક વાહન ચલાવતા લોકો સામે હવે તેમના લાઇસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. 2023ના વર્ષમાં અત્યાર સુધીમાં 955 જેટલા વાહન ચાલકોના લાઇસન્સ સુરત આરટીઓ દ્વારા 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
છેલ્લા ચાર વર્ષ દરમિયાન સુરત આરટીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાત કરવામાં આવે તો 2020માં સુરત આરટીઓ દ્વારા શરૂ ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરતા, ઓવર સ્પીડમાં વાહન ચલાવતા, રોંગ સાઈડમાં વાહન ચલાવતા 431 જેટલા લોકોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2021માં 777 લોકોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2022માં 834 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને 2023ના 6 મહિનાના સમયમાં જ 955 લોકોના લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલે કહી શકાય કે છેલ્લા 4 વર્ષના સમયમાં સૌથી વધારે લાઇસન્સ સસ્પેન્ડ 2023માં કરવામાં આવ્યા છે. માર્ચ 2023 પછી દર મહિને સરેરાશ 150 જેટલા લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી સુરત આરટીઓ દ્વારા કરવામાં આવી છે. એટલે કે જે વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે 90 દિવસ સુધી હવે પોતાનું વાહન ચલાવી શકશે નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button