અરેરાટીઃ સુરતમા બે વર્ષનો બાળક સાતમાં માળેથી નીચે પટકાતા મોત
સુરતઃ શહેરના પાલ વિસ્તારમાં સાતમાં માળેથી બે વર્ષનો બાળક નીચે પટકાયો હતો. બાળકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા બાળકનું મોત થતા સ્વાભાવિક રીતે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
આ પણ વાંચો : સુરતમાં આકરણી વિભાગના બે કલાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
સૂત્રો પાસેથી મળતી મહિતી મુજબ સુરતના વરાછા રોડ ખાતે રહેતા રેશમાબેન બાળકને લઈને પાલ સ્થિત પોતાને પિયર ગયા હતા. ત્યાંથી તેઓ કામ માટે પાલ ગૌરવપથ રોડ સ્થિત એક સેલિબ્રેશન ખાતે ગયા હતા. જ્યાં તેમનો બાળક રમી રહ્યો હતો. રમતા રમતા બાળક સાતમા માળેથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ થઇ હતી. માતાને જાણ થતા દોડી આવી બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.