આપણું ગુજરાત

Surat Textile Mill blast: સુરતની કાપડ મિલમાં વિસ્ફોટ થતા એક કર્મચારીનું મોત, ત્રણ ઘાયલ

સુરત: ટેક્સટાઇલ હબ સુરત(Surat)ના પાંડેસરા-બમરોલી રોડ પર આવેલી કાપડ મિલ(Textile Mill)માં ગત મોડી રાત્રે વિસ્ફોટ(Blast) થતા નાસભાગ મચી ગઈ હતી. અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં મિલના એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: સુરત મનપાનો મહત્વનો નિર્ણય, રામનવમી અને મહાવીર જયંતિના દિવસે કતલખાના રહેશે બંધ

જાણકારી મુજબ આ ઘટના સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પાંડેસરા-બમરોલી રોડ પર આવેલી મનહર પ્રોસેસ ડાઈંગ મિલની કેમિકલની ટાંકીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં એક કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:સુરતના લિંબાયતમાં ‘ઓનર કિલિંગ’, બે ભાઈએ ચપ્પાના ઘા ઝીંકી બહેનના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

અહેવાલ મુજબ સુરત મહાનગર પાલિકાના ફાયર કંટ્રોલ રૂમને ખટોદરા વિસ્તારમાં આવેલી મનહર પ્રોસેસ મીલની ટાંકી લીકેજ થવા અંગે રાત્રે 2:42 કલાકે ફોન પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાં જ વિવિધ વિસ્તારોમાંથી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળ તરફ રવાના થઇ હતી.

ફાયર વિભાગની ટીમ મિલ પર પહોંચે તે પહેલા ટાંકીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે ત્યાં કામ કરતા 40 વર્ષીય વિદ્યા ભગતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 35 વર્ષીય રાજેશ ઓમપ્રકાશ, 30 વર્ષીય દીપુ બાબરી અને 42 વર્ષીય લક્ષ્મણ પ્રસાદ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે ભારતી મૈયા હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button