પ્લાસ્ટિક બોટલમાંથી બને છે કાપડ, પર્યાવરણ બચાવવા સુરતીઓની ઉમદા પહેલ
સુરતઃ દુનિયાભરમાં પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ (Plastic recycling) માથાના દુખાવો બની ગયો છે. પ્લાસ્ટિક વર્ષો સુધી નાશ પામતું નથી, જેની સીધી અસર પર્યાવરણ પર પડે છે. ત્યારે સુરતના કાપડ ઇન્ડસ્ટ્રી(Surat textile industry)માં હવે આ પ્લાસ્ટિકની બોટલોનો રિસાયકલ કરી તેમાંથી યાર્ન થકી હવે વિવિધ પ્રકારના જીન્સ સહિત સાડીઓ બનાવવામાં આવી રહી છે. સુરતમાં વર્ષે 800 કરોડ જેટલી પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરી વિવિધ પ્રકારના કપડાઓ બનાવવામાં આવે છે. આ કંપની દ્વારા સુરત સહિત ગુજરાત તેમજ સાઉથ ઇન્ડિયામાંથી પણ પ્લાસ્ટિકની બોટલો મંગાવવામાં આવે છે. તથા આ પ્લાસ્ટિકની બોટલોમાંથી બનતા યાર્નમાંથી વિવિધ કાપડો ખૂબ જ સારી ગુણવત્તાવાળા હોય છે.
પર્યાવરણને નુકસાની બચાવવા પહેલ:
સુરત શહેર પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીમાં હબ બની ગયું છે, રિસાયકલિંગ થવાથી પ્લાસ્ટિક ડમ્પિંગમાં જવાથી પણ બચે છે. કારણ કે પ્લાસ્ટિકને નાશ કરવામાં વર્ષો વીતી જતા હોય છે, જેથી પર્યાવરણને પણ નુકસાન થતું હોય છે. જીન્સ બનાવતી ફેક્ટરીઓમાં જ્યારે વાઈટવોસ જીન્સ બનાવવામાં આવતું હોય છે ત્યારે પણ આ જ રિસાયકલીગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જેના કારણે પર્યાવરણને પણ નુકસાનીથી બચાવ થાય છે. સુરત જે રીતે પ્લાસ્ટિકની બોટલો રિસાઈકલિંગ કરી ગારમેન્ટ બનાવી રહ્યું છે ત્યારે ધીરે ધીરે સમગ્ર દેશ સહિત દુનિયામાં પણ આ જ પ્રકારનું ગારમેન્ટ બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ પદ્ધતિના કારણે પર્યાવરણમાં પ્રદૂષણની માત્રા ઓછી થશે અને પ્લાસ્ટિકનો નિકાલ પણ સહેલાઈથી થઈ રહેશે.
સુરતની ત્રણ અને રાજકોટની બે કંપની બનાવે છે યાર્ન:
ગુજરાતમાં સુરતની ત્રણ અને રાજકોટની બે કંપનીઓ પ્લાસ્ટિક રિસાયકલીંગ કરી તેમાંથી યાર્ન બનાવે છે. આ યાર્નમાંથી બુટ, જેકેટ, સોફાના કવર તથા કાના કવર બનાવવામાં આવે છે, આ ફાઇબર અને પોલીસ્ટર વર્ઝન ફાઇબરમાં કોઈપણ પ્રકારનો ફરક હોતો નથી. સુરત ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત તેમજ સાઉથ ઇન્ડિયામાંથી દર વર્ષે અંદાજિત 800 કરોડ જેટલી બોટલોનો રિસાયકલિંગ કરી તેમાંથી ફાઈબર બનાવવામાં આવે છે. ત્યાર બાદમાં યાર્ન બનાવી તેમાંથી વિવિધ પ્રકારના ગારમેન્ટ જીન્સ અને સાડીઓ પણ બનાવવામાં આવતી હોય છે.