સુરત મનપા સંચાલિત સ્વિમિંગ પુલમાં દુષિત પાણી, લોકોમાં રોષ
સુરતઃ શહેરના કાપોદ્રામા આવેલા મહાનગરપાલિકા(SMC) સંચાલિત સ્વિમિંગ પુલમાં દુષિત પાણી બાબતે લોકો રોષે ભરાયા છે. કાપોદ્રાના સ્વિમિંગ પુલમાં પાણી ખરાબ આવતુ હોવાથી સ્વિમિંગ કરવા આવતા લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે વોટર ફિલ્ટર પ્લાન્ટનનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી જેના કારણે દુર્ગંધવાળું ખરાબ પાણી પુલમાં ભરવામાં આવે છે.
લોકોએ વિરોધ નોંધાયો:
સુરતમાં મનપા આધારિત સ્વિમિંગ પુલમાં આવતા આસપાસના સ્થાનિકોએ સ્વિમિંગ પુલમાં ખરાબ પાણી આવે છે આ બાબતે મનપાને રજૂઆત પણ કરી છે પરંતુ SMCના અઘિકારીઓ જવાબ આપતા નથી જેના કારણે આજે લોકોએ સ્વિમિગ પુલની બહાર જઈને વિરોધ કર્યો હતો, સ્થાનિકોએ બેનર લઈ વિરોધ કરતા કોર્પોરેશનના અધિકારીઓ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : પ્લાસ્ટિક બોટલમાંથી બને છે કાપડ, પર્યાવરણ બચાવવા સુરતીઓની ઉમદા પહેલ
સ્થાનિકોનો આક્ષેપ:
આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે આ સમસ્યા રોજની છે, કોઈ એક દિવસની નથી, દર વખતે કોર્પોરેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલે છે. તો AAPના કોર્પોરેટર મહેશભાઈએ પણ કોર્પોરેશન પર ગંભીર આક્ષેપો કર્યા હતા, કોર્પોરેટરનું કહેવું છે કે, ફિલ્ટર પ્લાન્ટ બદલવાની જરૂર છે, તેમ છત્તા કોર્પોરેશન ફિલ્ટર પ્લાન્ટ બદલતું નથી. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો કોર્પોરેશન માત્ર મેન્ટેન્સના નામે કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહી છે. શહેર મનપા દ્વારા આગામી થોડા દિવસોમાં ખરાબ પાણીનો નિકાલ નહી કરવામાં આવે તો ધરણા પણ કરીશુ અને મેયરને રજૂઆત પણ કરીશુ