આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

Surat Station: સુરત સ્ટેશનથી ઉપડતી/સમાપ્ત થતી કેટલીક ટ્રેનો ઉધના સ્ટેશન પર શિફ્ટ કરાઈ, જુઓ યાદી

સુરત: રેલવે મંત્રાલયે દેશનામાં ઘણા રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવા બનવવાની જાહેરાત કરી છે, જેમાં સુરત રેવલે સ્ટેશન(Surat railway Station)નો પણ સમાવેશ થાય છે. સુરત રેલવેના રી ડેવલોપમેન્ટ કામ શરુ કરી દેવામાં આવ્યું છે, જેના કારણે ઘણી ટ્રેનોની અવરજવરને અસર થઇ શકે છે. જેની ખાસ નોંધ લેવા રેલવે વિભાગે મુસાફરોને અરજી કરી છે.
સુરત સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 04 પર ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટના ફેઝ-1 હેઠળ સોમવાર, 10 જૂન, 2024 થી શનિવાર, 07 સપ્ટેમ્બર, 2024 સુધી કોન્કોર્સનું કામ હાથ ધરવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને, સુરત રેલ્વે સ્ટેશનથી ઉપડતી કેટલીક ટ્રેનોના ટર્મિનલ ઉધના સ્ટેશન(Udhana Station) પર ખસેડવામાં આવી રહ્યા છે. ઉધના સુરત સ્ટેશનથી આશરે 07 કિલોમીટર દૂર છે, જ્યાં રોડ મારફતે સરળતાથી પહોચી શકાય છે.

સુરત સ્ટેશન પર ટ્રાફિક ઓછો થતા, રીડેવલોપમેન્ટની કામગીરીને સરળ રહેશે. સુરત સ્ટેશન પર કામ પૂર્ણ થયા બાદ પેસેન્જર સેવાઓને વધુ સારી સેવાઓ મળશે.

પશ્ચિમ રેલવેએ આપેલી માહિતી મુજબ, જે ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર થયો છે તેની વિગતો નીચે મુજબ છે:-

સુરતથી શરુ થતી આ ટ્રેનો હવે ઉધના સ્ટેશનથી ઉપડશે:

  1. ટ્રેન નંબર 19002 સુરત-વિરાર પેસેન્જર 11 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઉધના સ્ટેશનથી 04:25 કલાકે પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપડશે.
  2. ટ્રેન નંબર 12936 સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનથી 16:35 કલાકે પ્લેટફોર્મ નંબર 3 પરથી ઉપડશે.
  3. ટ્રેન નંબર 19007 સુરત-ભુસાવલ પેસેન્જર 10 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ઉધના સ્ટેશનથી 17:24 કલાકે પ્લેટફોર્મ નંબર 3 પરથી ઉપડશે.
  4. ટ્રેન નંબર 19005 સુરત-ભુસાવલ એક્સપ્રેસ 10 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનથી 23:30 કલાકે પ્લેટફોર્મ નંબર 4 પરથી ઉપડશે.
  5. ટ્રેન નંબર 09065 સુરત-છાપરા સ્પેશિયલ 17 જૂન, 2024 થી 02 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનથી 08:35 વાગ્યે પ્લેટફોર્મ નંબર 3 પરથી ઉપડશે.
  6. ટ્રેન નંબર 19045 સુરત-છાપરા તાપ્તી ગંગા એક્સપ્રેસ 12 જૂન, 2024 થી 06 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનથી સવારે 10:20 વાગ્યે પ્લેટફોર્મ નંબર 5 પરથી ઉપડશે.
  7. ટ્રેન નંબર 22947 સુરત-ભાગલપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ જે 11 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનથી સવારે 10:20 વાગ્યે પ્લેટફોર્મ નંબર 5 પરથી ઉપડશે.
  8. ટ્રેન નંબર 20925 સુરત-અમરાવતી સુપરફાસ્ટ એક્સપ્રેસ 13 જૂન, 2024 થી 06 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનથી પ્લેટફોર્મ નંબર 3 પરથી 12:30 વાગ્યે ઉપડશે.

આ ટ્રેનો સુરત સ્ટેશનને બદલે ઉધના સ્ટેશન પર આવશે:

  1. ટ્રેન નંબર 19006 ભુસાવલ-સુરત એક્સપ્રેસ 09 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર 04:40 કલાકે આવશે.
  2. ટ્રેન નંબર 19008 ભુસાવલ-સુરત એક્સપ્રેસ 09 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર 06:05 કલાકે આવશે.
  3. ટ્રેન નંબર 09096 નંદુરબાર-સુરત MEMU સ્પેશિયલ 10 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર 09:25 કલાકે આવશે.
  4. ટ્રેન નંબર 12935 બાંદ્રા ટર્મિનસ-સુરત ઇન્ટરસિટી એક્સપ્રેસ 10 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 10:25 કલાકે આવશે.
  5. ટ્રેન નંબર 20926 અમરાવતી-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર 18:50 કલાકે આવશે.
  6. ટ્રેન નંબર 19001 વિરાર-સુરત પેસેન્જર 10 જૂન, 2024 થી 07 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 23:05 કલાકે આવશે.
  7. ટ્રેન નંબર 09066 છાપરા-સુરત સ્પેશિયલ 12 જૂન, 2024 થી 04 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર 13:35 કલાકે આવશે.
  8. ન નંબર 19046 છપરા-સુરત તાપ્તી ગંગા એક્સપ્રેસ 09 જૂન, 2024 થી 06 સપ્ટેમ્બર, 2024 સુધી ટ્રેન ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 15:55 કલાકે આવશે.
  9. ટ્રેન નંબર 22948 ભાગલપુર-સુરત સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 જૂન, 2024 થી 05 સપ્ટેમ્બર, 2024 સુધી ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર 15:55 કલાકે આવશે.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો