Surat માં નકલી દસ્તાવેજના આધારે ભારતીય બનીને રહેતા બાંગ્લાદેશીની ધરપકડ
સુરત : સુરત (Surat)પોલીસે એક બાંગ્લાદેશી નાગરિકની ભારતીય હોવાના નકલી દસ્તાવેજો બનાવી રહેતો હોવાના પગલે ધરપકડ કરી છે. પોલીસને પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે મૂળ બાંગ્લાદેશનો નાગરિક છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરમાં હિન્દુ તરીકે રહેતો હતો. આ વ્યક્તિએ પોતાને હિન્દુ જાહેર કરવા માટે ઘણા દસ્તાવેજો પણ તૈયાર કર્યા હતા. જેમાં આધાર કાર્ડથી લઈને પાન કાર્ડનો સમાવેશ થાય છે. તેણે આ દસ્તાવેજો તૈયાર કર્યા જેથી કોઈને શંકા ન થાય કે તે ભારતીય નથી.
દસ્તાવેજોમાં હિન્દુ નામો
પોલીસના જણાવ્યા અનુસાર, તેની પાસેથી મળી આવેલા તમામ દસ્તાવેજો તેના હિંદુ હોવાની પુષ્ટિ કરે છે, પરંતુ પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે તે હિંદુ નથી પરંતુ મુસ્લિમ છે અને મૂળ બાંગ્લાદેશનો નાગરિક છે. હવે આવી સ્થિતિમાં સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે જ્યારે તે મૂળભૂત રીતે બાંગ્લાદેશી છે, તો પછી તે ભારતમાં શું કરી રહ્યો હતો ?
પોલીસ પૂછપરછ કરી રહી છે
મળતી માહિતી મુજબ, આરોપીનું નામ મિનાર છે અને તેણે પશ્ચિમ બંગાળની હેમાયાત સરદાર સ્કૂલનું એલસી મેળવ્યું હતું. ત્યારબાદ આ એલસીના આધારે પાનકાર્ડ અને પાસપોર્ટ પણ બનાવવામાં આવ્યા હતા. આરોપીઓ પશ્ચિમ બંગાળના દસ્તાવેજોથી બનેલા પાસપોર્ટ સાથે વિદેશ પણ ગયો હતો પોલીસે તેની પૂછપરછ પણ કરી હતી કે તે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે કે કેમ ?
કયા હેતુથી ભારત આવ્યો હતો ?
પોલીસે કહ્યું, “અમે એક વ્યક્તિની ધરપકડ કરી છે જે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના સુરત શહેરમાં બનાવટી દસ્તાવેજો સાથે રહેતો હતો. તેની પાસેથી આવા ઘણા દસ્તાવેજો મળી આવ્યા છે, જે પુષ્ટિ કરે છે કે તે ભારતીય છે, પરંતુ તે ભારતીય નથી. હવે અમે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તે કયા હેતુથી ભારત આવ્યો હતો?