Surat Rain: સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ, રાવણ દહનના કાર્યક્રમમાં વિધ્ન
Latest Surat News: સુરતમાં સતત ત્રીજા દિવસે વરસાદ છે. શહેરના વરાછા, સરથાણા જકાતનાકા, કામરેજ, અઠવાલાઇન્સ, ડુમસ, કતારગામ, હીરાબાગ સહિતના વિસ્તારમાં વરસાદ છે. વરસાદના કારણે શહેરમાં રાવણ દહનના ક્રાયક્રમોમાં વિઘ્ન આવ્યું છે અને ઘણી જગ્યાએ આ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે.
શુક્રવારે પણ શહેરમાં વરસાદ પડ્યો હતો. તેમ છતાં ખેલૈયાઓ પર કોઈ અસર થઈ નહોતી. ખેલૈયાઓ પાર્ટી પ્લોટ અને શેરીઓમાં મન મૂકીને ગરબે રમ્યા હતા. નાના બાળકોથી લઈને યુવાનો અને મહિલાઓ વરસતા વરસાદમાં ગરબે ઘૂમ્યા હતા. તો કેટલાક ખેલૈયા હાથમાં છત્રી લઈને વરસતા વરસાદમાં ગરબે ઘૂમતા જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલીક જગ્યાએ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે નર્મદા, ભરૂચ, સુરત, તાપી, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આવતીકાલે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો : સુરત સામૂહિક દુષ્કર્મના આરોપી શિવશંકરનું સારવાર દરમિયાન મોત
Rainfall Warning : 13th October 2024
— India Meteorological Department (@Indiametdept) October 12, 2024
वर्षा की चेतावनी : 13th अक्टूबर 2024#rainfallwarning #IMDWeatherUpdate #stayalert #staysafe #kerala #Tamilnadu #gujarat @moesgoi @ndmaindia @airnewsalerts @DDNewslive@KeralaSDMA @tnsdma @SDMAMaharashtra @InfoGujarat pic.twitter.com/hNYur6yXfR
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, ચોમાસું વિદાય લેતા પહેલા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે. સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ-સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. ભાવનગર, અમરેલી, જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ પડશે. રાજકોટ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.