આપણું ગુજરાત
Important Announcement: 90 દિવસ બંધ રહેશે Surat Railway Stationનું પ્લેટફોર્મ નંબર ચાર

- લાખો પ્રવાસીઓને પડશે મુશ્કેલી, નવ ટ્રેનો સુરતને બદલે ઉધનાથી ઉપડશે
સુરત: સુરત રેલવે સ્ટેશનથી પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રેલવે દ્વારા સુરત સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 4 90 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે લાખો પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે, એવી શક્યતા વ્યક્ત કરાઈ રહ્યો છે.
પશ્ચિમ રેલવેના અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બુલેટ ટ્રેનના કામ (Bullet Train Project Work In Progress) માટે સુરતના પ્લેટફોર્મ નંબર 4ને ત્રણ મહિના માટે બંધ રાખવામાં આવશે. આ નિર્ણયને કારણે અમુક ટ્રેનોના સુરતને બદલે ઉધના સ્ટેશનથી ઉપાડવામાં આવશે. જેને કારણે લાખો પ્રવાસીઓને અસુવિધા પડી શકે છે. પ્રવાસીઓને વધુ હાલાકી ના પડે એ માટે સ્ટેશન પૂર્વ વિસ્તારમાં એક કામચલાઉ ટિકિટબારીની વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. એક સારા અને આરામદાયક પ્રવાસ માટે પ્રવાસીઓનો વર્તમાન સમયમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર રેલવે દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે આશરે સાડાત્રણ લાખ પ્રવાસીઓને ફટકો પડશે.
આ ઉપરાંત રેલવે દ્વારા 9 ટ્રેનો સુરતને બદલે ઉધના રેલવે સ્ટેશનથી ઉપાડવામાં આવશે. જેમાં તાપ્તિ ગંગા, સુરત છપરા, અને અમરાવતી સહિતની ટ્રેનો સુરતને બદલે ઉધનાથી ઉપાડવામાં આવશે.
સુરત ખાતે હવે સ્ટેશનના એલિવેટેડ કોન્કર્સ બનાવવાની કામગિરી હાથ ધરવામાં આવી છે, જેને કારણે આગામી 90 દિવસ સુધી આ પ્લેટફોર્મ બંધ રહેશે. પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ ફેસિલિટી પૂરી પાડી શકાય એ ધ્યાનમાં રાખીને તેનો વિકાસ કરવામાં આવશે. અહીંયા તમારી જાણકારી માટે કે સુરત એ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે.
આ પણ વાંચો : સુરતમાં આગની આડમાં ચોરી : કંપનીના જ કર્મચારીઓએ ઓફિસમાં ચોરી કરી આગ લગાવી