આપણું ગુજરાત

શું વસ્તીની દ્રષ્ટીએ અમદાવાદથી સુરત આગળ નિકળી ગયું છે? UDD રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

અમદાવાદ: ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદે લાંબા સમય સુધી વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ સૌથી મોટા શહેરનો ખિતાબ જાળવી રાખ્યો છે. જો કે હવે તે ખિતાબ છિનવાઈ જાય તેવી શક્યતા છે. અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (UDD)ના પીવાના પાણી અને પાણી પુરવઠા અંગેના રિપોર્ટમાં આ બાબતનો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદની 80 લાખની સરખામણીમાં સુરતની મ્યુનિસિપલ કોર્પોરેશન મોટી વસ્તી 82 લાખની વસ્તીને પાણીનો પુરવઠો પૂરો પાડે છે.

એક એન્જિનિયરે જણાવ્યું હતું કે, “મોટી અસ્થાયી તેમજ સ્થળાંતરિત વસ્તીને કારણે, અમારી મ્યુનિસિપલ સેવા મર્યાદામાં લોકોની સંખ્યા અમદાવાદ કરતા વધુ છે. સુરતની અંદાજિત વસ્તીની ગણતરી દરરોજ આપવામાં આવતા પીવાના પાણીના આધારે કરવામાં આવે છે અને મ્યુનિસિપલ અંદર તેના ઉપયોગ પર આધારિત છે.”

સુરતમાં રોજગારીની વિશાળ તકોના કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં લોકો સુરતમાં ઉમટી પડે છે. આ રિપોર્ટમાં સુરત શહેરમાં વસતા લોકોને પાણીનો પુરવઠો પહોંચાડવા માટે નળ કનેક્શનો પરથી આ અનુમાન લગાવવામાં આવ્યું છે.

2011ના વસ્તી ગણતરીના અહેવાલ મુજબ, અમદાવાદની વસ્તી 55.77 લાખ હતી જ્યારે સુરતની વસ્તી 44.66 લાખ હતી. દશ વર્ષીય વસ્તી ગણતરીની કવાયત આ વર્ષે હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા છે. UDD રિપોર્ટ રાજ્યની આઠ મુખ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં માથાદીઠ લિટર (LPCD) માં માપવામાં આવતા પાણીના વપરાશમાં અસમાનતાને પણ પ્રકાશિત કરે છે.

રસપ્રદ બાબત એ છે કે, અમદાવાદને રોજનું 1,600 મિલિયન લીટર પાણી (MLD) પૂરું પાડવામાં આવે છે એટલે કે 200 LPCDની ઉપલબ્ધતા. તેનાથી વિપરિત, સુરતીઓને માથાદીઠ રોજનું માત્ર 182 લિટર પાણી મળે છે. “પરંતુ સુરતની 1,500 MLD પાણીની સમગ્ર માંગ નર્મદાને બદલે બારમાસી નદી તાપી દ્વારા પૂરી થાય છે.

અમદાવાદની જેમ રાજ્યના અન્ય મોટા શહેરો સંપૂર્ણપણે નર્મદાના પાણી પર નિર્ભર નથી. ઉદાહરણ તરીકે, વડોદરામાં 640 MLD પાણી પુરવઠામાંથી માત્ર 11% જ નર્મદામાંથી મળે છે. રાજકોટ 375 MLD સપ્લાય કરે છે જેના માટે તે 36% નર્મદા પર નિર્ભર છે અને છતાં અમદાવાદ કરતાં માથાદીઠ – 209 LPCD – વધુ પાણી પૂરું પાડે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button