સુરતમાંથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ કૂટણખાનું, થાઈલેન્ડની 6 યુવતીઓ મળી…

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. થાઈલેન્ડની છ યુવતીઓને પકડવામાં આવી હતી. આ તમામ યુવતીઓ આ ગોરખધંધામાં સામેલ હતી. જાણકારી મુજબ, સુરત પોલીસે અડાજણ વિસ્તારમાં એક હોટલમાં દરોડો પાડ્યો હતો. જેમાં કુલ 11 લોકો પકડાયા હતા. પકડાયેલા લોકોમાં થાઈલેન્ડની છ યુવતીઓ હતો. પોલીસે તમામ યુવતીઓને પરત થાઈલેન્ડ મોકલવાની તૈયારી શરૂ કરી હતી. દરોડા દરમિયાન હોટલમાંથી રોકડા, લેપટોપ, મોબાઈલ અને કોન્ડોમના પેકેટ મળ્યા હતા.
આ પણ વાંચો : સુરતમાં યુવકે કિન્નરની કરી હત્યા, બંને રહેતા હતા સાથે
અડાજણના મંગલદીપ કોમ્પલેક્સના ચોથા માળ પર આવેલી ફ્યૂઝન હોટલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. હોટલમાંથી થાઈલેન્ડની છ યુવતીઓ ગ્રાહકો સાથે કઢંગી હાલતમાં મળી આવી હતી. હોટલમાંથી પોલીસને કોન્ડોમના કુલ 16 પેકેટ મળ્યા હતા. ઉપરાંત 15 મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : કોન્ટ્રાક્ટરને મળવા બોલાવી પાડયા નગ્ન ફોટા: નકલી પોલીસે પડાવ્યા 5 લાખ
યુવતીઓને પરત મોકલવામાં આવશે
પોલીસે હોટલમાંથી સ્વાઈપ મશીન, કેશ અને લેપટોપ પણ જપ્ત કર્યા હતા. પોલીસે થાઈલેન્ડની યુવતીઓ કેવી રીતે આવી, તેમને કોણ લાવ્યું તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. પોલીસે થાઈલેન્ડ દૂતાવાસનો પણ સંપર્ક કરીને આ યુવતીઓને પરત મોકલવી તૈયારી શરૂ કરી હતી. જાણકારી મુજબ, આ ગેંગ હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચલાવતું હતું. જે હોટલમાંથી યુવતીઓ પકડાઈ ત્યાંથી મોટી માત્રામાં રોકડ પણ ઝડપાઈ હતી.