આપણું ગુજરાતસુરત

સુરત પોલીસે ચાર સાયબર ક્રિમીનલ્સની ધરપકડ કરી, દેશભરમાં 200 FIR નોંધાયેલી છે

સુરત: શહેર પોલીસે મોટી કાર્યવાહી કરતા ચાર સાઈબર ક્રિમીનલની ધરપકડ છે. આ ગેંગએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સને 623 બેન્ક એકાઉન્ટ્સ આપ્યા હતાં, જેની માધ્યમથી રૂ.111 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ ચાર આરોપીઓ સાયબર ફ્રોડ કરનારાઓ સાથે કામ કરતી ગેંગનો ભાગ છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP)ને અત્યાર સુધીમાં તેમની વિરુદ્ધ 866 ફરિયાદો મળી છે. તેમણે કહ્યું કે, દેશભરમાં આ ગુનેગારો વિરુદ્ધ 200 FIR નોંધવામાં આવી છે.

તપાસમાં નામ જાણવા મળ્યા:
કમિશન લીધા પછી છેતરપિંડીના નાણાં જમા કરવા કરવા માટે સાયબર ગુનેગારોને બેંક એકાઉન્ટ્સ પ્રદાન કરવામાં સંડોવાયેલા આઠ લોકોની સુરત પોલીસે જૂન મહિનામાં ધરપકડ કરી હતી. પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમની પૂછપરછમાં વધુ આઠ લોકોના નામ જાણવા મળ્યા હતાં, જેમાંથી બે દુબઈમાં રહેતા હતા. આ ગેંગ સાયબર ક્રિમિનલ્સને ફ્રોડની આવકને જમા કરવા બેંક અકાઉન્ટ પુરા પાડતા હતાં.

મોટા વરાછા અને મુંબઈથી ધપકડ:
બાતમીને આધારે પોલીસે સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી ઓફિસમાં દરોડો ત્રણ લોકોની ધરપકડ કરી હતી. અન્ય એક આરોપીની મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી તે દુબઈની ફ્લાઈટમાં બોર્ડ થવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

જ્યારે પોલીસે મોટા વરાછા ખાતેની ઓફિસ પર દરોડો પાડ્યો ત્યારે ત્રણેય આરોપીઓ નાણા એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં જમા કરાવવામાં વ્યસ્ત હતા. હજુ અન્ય ચાર આરોપીઓ હજુ પણ ફરાર છે, જેમાંથી બે હાલ દુબઈમાં છે.

Also Read – ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં EDના દરોડાઃ ગુજરાતમાં હાથ ધરાઈ તપાસ

ગેંગની મોડસ ઓપરેન્ડી:
ગેંગની મોડસ ઓપરેન્ડીનું અંગે વાત કરતાં પોલીસે જણાવ્યું હતું કે ફંડ ટ્રાન્સફર કર્યા બાદ તેમના સાગરીતો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને દુબઈમાં રોકડ ઉપાડતા હતા.

આરોપીઓ બેંક ખાતામાં નાણા જમા કરાવવા બદલ ચોક્કસ કમિશન વસૂલતા હતા. સુરતમાં ઓફિસ અને અન્ય બે સ્થળોએ દરોડા દરમિયાન પોલીસે 28 મોબાઈલ ફોન, 198 બેંક પાસબુક, 100 ડેબિટ કાર્ડ, 35 ચેકબુક, 258 સિમ કાર્ડ અને ત્રણ કોમ્પ્યુટર જપ્ત કર્યા છે. પોલીસને જાણવા મળ્યું કે આ ટોળકી 623 બેંક ખાતા ઓપરેટ કરતી હતી, જેમાં રૂ. 111 કરોડના વ્યવહારો કરવામાં આવ્યા હતાં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button