વાહ સુરત વાહઃ સ્વચ્છતામાં પહેલું, સુરત હવે આ કામમાં પણ પહેલું…
સુરતઃ એક સમયે સૌથી ગંદુ ગણાતુ સુરત શહેર છેલ્લા ઘણા વર્ષોથી દેશમાં સ્વચ્છતા મામલે અગ્રેસર રહે છે. શહેરને સ્વચ્છ રાખવા માટે લોકો સુરતે જે કંઈ કર્યું છે તેના ઉદાહરણ આપે છે. સુરતના નામે બીજી પણ એક સિદ્ધિ નોંધાઈ હોવાના સમાચાર મળ્યા છે.
સુરત વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ ડિસ્પોઝલમાં પણ પ્રથમ ક્રમાંકે આવ્યું છે. શહેરની પાલિકાએ માત્ર સોલીડ વેસ્ટ કલેક્શન જ નથી કર્યુ, તેમાંથી આવક પણ મેળવી છે અને હવે વીજળી ઉત્પાદન કરવાનું આયોજન પણ કરી રહી છે.
આ મહત્વના કામ માટે સુરત મહાનગરપાલિકા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરે છે. ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે લગભગ 1200 જેટલા વ્હીકલ્સ પાલિકાએ રાખ્યા છે. લગભગ 24 મેટ્રિક ટન જેટલો કચરો રોજ ઉપાડવામાં આવે છે. તેને મશીન અને માણસોની મદદથી જૂદો કરવામાં આવે છે.
આ પણ વાંચો….Gujarat માં પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું આંબરડી સફારી પાર્ક, સિંહ દર્શન માટે લોકો ઉમટયા
હવે સુરત મહાનગરપાલિકા આ સોલીડ વેસ્ટ પ્લાન્ટ્સમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરી રહી છે. આ તમામ કાર્ય સુરત પાલિકાનો આરોગ્ય વિભાગ સંભાળે છે. દેશની દરેક પાલિકાએ કચરાના નિકાલ અને તેના રિસાયકલિંગ માટે આયોજનબદ્ધ વ્યવસ્થા કરવાની જરૂર છે.