ગુજરાતમાં દીકરીઓ અસુરક્ષિત? Suratમાં સગીરા પર દુષ્કર્મની ઘટના

સુરત: રાજ્યમાં કાયદો વ્યવસ્થા અને દીકરીઓની સુરક્ષાને લઈને અનેક પ્રશ્નો ખડા થાય તેવી સ્થિતિ છે. દાહોદ અને વડોદરાની ઘટના હજુ તાજી છે ત્યાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવી છે. સુરતમાં માંગરોળના બોરસરા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. અહી પણ નરાધમોએ સુરતની સગીરાને શિકાર બનાવી. આ સિવાય કોસંબામાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની છે.
| Also Read: Suratમાં વિઝાનાં નામે ચાલતી લૂંટનો પર્દાફાશ; નકલી ઓફર લેટરથી પડાવ્યા લાખો રૂપિયા
પ્રાપ્ત વિગતો અનુસાર રાતે સગીરા જયારે પોતાના મિત્ર સાથે ઉભી હોય ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને અભદ્ર વર્તન કર્યું હતું. મધરાતે આવેલા ત્રણ શખ્સોએ સગીરાના મિત્રને માર મારી ભગાડી દીધો હતો. સગીરાને નજીકની અવાવરુ જગ્યાએ લઈને શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીએ ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી છે.
આ ઉપરાંત સુરતના કોસંબા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારના જૂના કોસંબામાં ઘરકામ કરવા માટે ગયેલી એક સગીરા પર મકાન માલિકના ભાઈએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા કામ કરવા ગયેલી ત્યારે મકાન માલિકના ભાઈ સલીમ અયુબ મલેકે ભાઈના ઘરમાં આવીને દુષ્કર્મ આચર્યું હતું. વળી તેણે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો આરોપ છે.
| Also Read: Kolkata Rape-Murder: રાષ્ટ્રવ્યાપી બંધમાં કચ્છના તબીબો જોડાયા: તમામ હોસ્પિટલો સજ્જડ બંધ
આ કેસમાં સગીરાએ સુરતના કોસંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી સલીમ અયુબ મલેક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કલમો લગાવીને ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો.