પરિવારનો ભેટો કરાવવા દેવદૂત બની સુરત પોલીસ, છ વર્ષે માનસિક અસ્થિર મહિલા પહોંચી ઘરે
સુરત: Surat Gujarat police: સુરતની આ કહાની કોઈ ફિલ્મની સ્ટોરીથી કમ નથી. જેમાં 2018માં મધ્યપ્રદેશમાં મેળામાં ગુમ થયેલી એક માનસિક રીતે અસ્થિર મહિલા મહિલા ગુમ થયાના 6 વર્ષ બાદ પોતાના ઘરે જાય છે. પરંતુ અફસોસની વાત એ છે કે આ કપરા સમય દરમ્યાન તેની સાથે બળાત્કાર થાય છે અને તેનાથી તેને એક બાળકનો જન્મ પણ થાય છે. ભોગ બનનાર મહિલાને ગુજરાતથી મધ્યપ્રદેશમાં પરિવાર સાથે મિલન કરવામાં, સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકી (DCP Rupal Solanki,Surat Crime Branch) અને સુરત નારી સંરક્ષણ ગૃહે મહત્વનો ભાગ ભજવ્યો છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જીયા (નામ બદલ્યું છે) 2018 માં શાહડોલ, મધ્યપ્રદેશના મેળામાંથી ગુમ થઈ હતી અને ગુજરાતના વલસાડ પહોંચી હતી. જ્યાં તે રસ્તાઓ પર ભટકતી હતી. તે દરમ્યાન, તેના પર બળાત્કાર થયો હતો અને તે ગર્ભવતી બની હતી. બાદમાં તેને સુરતના નારી સંરક્ષણ ગૃહમાં મૂકવામાં આવી હતી જ્યાં તેણે તેના બાળકને જન્મ આપ્યો હતો. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચના DCP રૂપલ સોલંકીએ જણાવ્યું હતું કે, કોર્ટના આદેશથી સુરતના નારી સંરક્ષણ ગૃહમાં દાખલ કરાયેલી જીયાને તેની બીમારી અને આઘાત માટે સારવાર અને કાઉન્સેલિંગ મળ્યું હતું.
જિયાની આ દર્દનાક કહાની જુલાઈ 2022 માં અધિકારીઓના ધ્યાન પર આવી હતી જ્યારે DCP સોલંકી ગૃહ કમિટીની મીટિંગમાં હાજરી આપતી વખતે જીયા અને તેના 4 વર્ષના પુત્રને મળ્યા હતા. સોલંકીએ સુરત પોલીસના મિસિંગ સેલને તેને શોધી કાઢવા અને તેના વહેલા પુનઃવસન માટે તેના પરિવારનો સંપર્ક કરવા આદેશ આપ્યો હતો. જીયા માત્ર તેના માતા-પિતા, તેના પતિ અને તેના ગામનું નામ જ યાદ રાખી શકતી હતી.
તેના આધારે, ગુજરાત પોલીસે મધ્યપ્રદેશમાં સ્થાનિક પોલીસની મદદથી મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં જીયાના ગામને શોધી કાઢ્યું. ત્યારપછી MPમાં સ્થાનિક પોલીસે મુલાકાત લીધી અને ઘણા લોકોને મળ્યા જેઓ દિયાને ઓળખતા હતા અને સરપંચની મદદથી જાણવા મળ્યું કે તેના માતાપિતાનું અવસાન થયું છે. જો કે, તેનો ભાઈ, જે માનસિક બીમારીનો દર્દી પણ છે, હજુ પણ ગામમાં રહે છે.
સ્થાનિક પોલીસને જીયાના પતિ મનસુખ (નામ બદલ્યું છે)નું નામ અને સરનામું પણ મળી આવ્યું હતું, જે MPના સાગર જિલ્લાના એક ગામમાં રહેતો હતો. સુરત પોલીસના મિસિંગ સેલના કર્મચારીઓએ ત્યારપછી મનનને શોધી કાઢ્યો જેણે દિયા તેની પત્ની હોવાની પુષ્ટિ કરી એટલું જ નહીં પરંતુ તેની સાથે વીડિયો કોલ પર વાત પણ કરી.
જો કે, મનસુખ તેની પત્નીને ઘરે લઈ જવા ગુજરાતમાં આવવાનું પોસાય તેમ ન હતું અને તેથી પોલીસ અને નારી સંરક્ષણ ગૃહના અધિકારીઓને જીયાને મધ્યપ્રદેશ ખસેડવા માટે જિલ્લા કલેક્ટરએ આદેશ કર્યો હતો. બે પોલીસ એસ્કોર્ટ્સ અને નારી સંરક્ષણ ગૃહના પ્રતિનિધિ સાથે, જીયા અને તેનો પુત્ર (હવે 6), તેના ગુમ થયાના છ વર્ષ પછી શનિવારે તેમના ઘરે પહોંચી હતી. તેના પતિએ બાળકને પોતાના પુત્ર તરીકે દત્તક લેવાનું નક્કી કર્યું છે.