સુરત કાપોદ્રા વિસ્તારમાં રોમિયોની યુવતીઓએ કરી ધોલાઈ, વીડિયો વાઈરલ…
સુરત: ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અત્યાચારોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તાજેતરમાં સુરતમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. સુરતના કાપોદ્રામાં એક રોમિયોથી ત્રસ્ત યુવતીઓએ મેથીપાક ચખાડીને પોલીસને હવાલે કર્યો હતો, જ્યારે એનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ પણ પ્રતિક્રિયા આપી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખથી વધુ કેસનું થયું સમાધાન
હાલ સોશિયલ મીડિયા પર સુરતનો એક વીડિયો વાયરલ થયો છે. જ્યાં યુવતીઓએ મળીને એક યુવાનને માર માર્યો હતો. વીડિયોમાં પોલીસ સ્ટેશનની સામે જ ત્રણ યુવતીઓ એક યુવકને મેથી પાક ચખાડ્યો હતો. ગત શનિવારથી યુવક યુવતીઓનો પીછો કરી રહ્યો હોય તેવા આરોપ સાથે યુવતીઓએ માર માર્યો હતો. બાદમાં પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો.
હાલ મળી રહેલી વિગતો અનુસાર આ યુવતીઓ ઓફિસ જતી હતી તે સમયે આ યુવક ત્રણ દિવસથી તેની અભદ્ર ભાષા બોલીને છેડતી કરતો હતો. યુવતીએ પહેલા એવું લાગ્યું હતું કે યુવકે અન્ય કોઈને કહી રહ્યો છે, પરંતુ તે સતત ગેરવર્તન કરતો હતો.
તે દિવસે યુવતીઓ તેને પકડવા ગઈ ત્યારે તે ભાગી ગયો હતો. આથી અંતે યુવતીઓએ યુવકને ઝડપી લીધો હતો અને બાદમાં આ યુવતીઓએ મળીને તેને મેથીપાક ચખાડ્યો હતો અને આ સમયે લોકોના ટોળેટોળાં જમા થઈ ગયા હતા.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં જ્વેલરી ઓફિસમાં કામ કરતી યુવતીઓ જ્યારે કામ પર જતી હતી તે સમયે છેલ્લા ત્રણ દિવસથી એક રોમિયો યુવતીઓની છેડતી કરતો હોવાની ઘટના બની હતી. અંતે આ યુવતીઓએ આજે તે યુવકને ઝડપી લીધો હતો અને મેથીપાક ચખાડ્યો હતો. જો કે આ સમયે યુવકે પૂછપરછમાં યુવતીઓને ઓળખતો નથી તેવું નિવેદન આપ્યું હતું. આથી યુવતીઓએ યુવકને માર મારવાનો શરૂ કર્યો હતો.
આ પણ વાંચો : Gujarat માં MBBSની 21 હજાર વિદ્યાર્થીનીઓને સરકારે ચૂકવી આટલા કરોડની સહાય
જોકે રોડ પર જ યુવતીઓએ યુવકને માર મારવાનું શરૂ કરતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને લોકોએ પણ તેમને માર્યો હતો. ત્યાર બાદ અંતે યુવકને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે આ દરમિયાન પણ પોલીસ સ્ટેશનની બહાર જ યુવતીઓએ યુવકને માર માર્યો હતો.