આપણું ગુજરાતટોપ ન્યૂઝસુરત

સુરત સામૂહિક દુષ્કર્મના આરોપી શિવશંકરનું સારવાર દરમિયાન મોત

ગુજરાતમાં આ નવરાત્રીએ જે રીતે દુષ્કર્મની ઘટના ઘટી અને આરોપીઓ સાથે જે રીતે પોલીસ તત્કાળ પગલાં લઈને પદાર્થપાઠ ભણાવ્યો તેનાથી એક સબક મળ્યો છે. આ વચ્ચે, બુધવારે સુરતના માંગરોળ વિસ્તારમાં સગીરા સાથે બનેલી દુર્ઘટનામાં ઝડપાયેલા એક આરોપીનું સુરતની સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે.

સુરતના બોરસરામાં બનેલી દુર્ઘટનામાં પોલીસ તત્કાળ ત્રણ જેટલા પરપ્રાંતીય આરોપીઓની ઘરપકડ કર્યા બાદ આજે બપોર બાદ ત્રણમાના એક આરોપી એવા શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયું છે.

બોરસરમા શેરડીના ખેતરમાં ઘસડી જઈને આરોપીઓએ પીડિતાને પોતાની હવસનો ભોગ બનાવ્યા બાદ નાસી છૂટેલા આરોપીઓ માંડવીના તડકેશ્વરમાં હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ નાસવા જતાં હતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ 3 આરોપીઓ પૈકી 2 નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ જવામાં સફળ થયો હતો.

આ પણ વાંચો : Ratan Tataના નિધનથી ગુજરાતનાં પારસી સમુદાયમાં શોક: સુરતમાં ખેલૈયાઓએ પાઠવી શ્રદ્ધાંજલિ

આ સામૂહિક દુષ્કર્મની માહિતી આપતા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે, મોટા બોરસરા ગામ નજીક સગીર અને સગીરા રાત્રે ઊભા રહીને વાતચીત કરતા હતા. એ દરમિયાન બાઈક પર ત્રણ નરાધમો આવ્યા હતા. પહેલા તો એમણે આવીને અહીં કેમ ઊભા છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઈલ પણ નરાધમોએ લઈ લીધા હતા. તરૂણ અને તરૂણી બંનેના કપડાં ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને તરૂણીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો કે, જે-તે સમયે તરૂણ અને તરૂણી બંને નરાધમોને વશ થયા નહોતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતા આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. બાદમાં સગીરાનો મિત્ર બાજુમાં રહેલા માછીમારોને જાણ કરી હતી અને ગ્રામજનો દોડી આવી સગીરાને લઈ હોસ્પિટલ ખસેડી હતી.

આરોપી શિવશંકર હત્યાનો પણ આરોપી

માંગરોળના મોટા બોરસરા ગામે સગીરા પર દુષ્કર્મ ગુજારનારા સામાન્ય નહીં પરંતુ રીઢા ગુનેગાર હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. તરૂણી પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ પૈકીના બે નરાધમો મુન્ના પાસવાન અને શિવશંકર ચૌરસિયા રીઢા ગુનેગાર છે. તેમાં પણ શિવશંકર ચૌરસિયા સામે હત્યાનો ગુનો નોંધાયેલો હતો .

Back to top button
અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ મૂળા સાથે આ વસ્તુનું સેવન કરશો તો… નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker