સુરતમાં મિત્રોએ આપ્યો વેજ પનીર ટીક્કા મસાલાના ઓનલાઈન ઓર્ડર પણ ચિકન નિકળતા થયો હોબાળો
સુરત: આજની યુવા પેઢી હોટલ કે રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવાની શોખીન છો, જો કે ક્યારેક ઓર્ડરથી તદ્દન અલગ જ ફૂડ ડિલિવર કરવામાં આવતું હોય છે. સુરતમાં યુવાનોને આવો જ ખરાબ અનુભવ થયો હતો, જન્મદિવસની ઉજવણી માટે સુરતના ચાર મિત્રોએ ઓનલાઈન ઓર્ડર આપીને બહેરોઝ રેસ્ટોરન્ટમાંથી વેજ ફૂડ મંગાવ્યું હતું.
ઓર્ડર મોકલનાર બહરોઝ રેસ્ટોરન્ટે પનીર ટિક્કા પાર્સલ ઉપર પનીર ટિક્કા અને નીચે ચિકન પાર્સલ મોકલ્યું હતું. અડધું પાર્સલ ખાધા પછી યુવાનોને ખબર પડી કે વેજ ખાવાને બદલે નોન-વેજ ખાધું છે. આ પછી તેમણે ઘટનાનો વીડિયો બનાવ્યો અને તેને રેસ્ટોરન્ટમાં બતાવ્યો હતો. પરંતુ, તેમની વાત સાંભળવા કોઈ તૈયાર નહોતું.
મામલો વધતો જોઈને અને હિન્દુ સંગઠનોના દબાણ બાદ રેસ્ટોરન્ટ તરફથી માફી માંગવામાં આવી હતી. મિલિંદ જૈને જણાવ્યું કે આજે તેમનો જન્મદિવસ હતો. તેથી, તેના મિત્ર કનૈયા અગ્રવાલ અને બે મિત્રોએ બર્થ ડે પાર્ટીની ડિમાન્ડ કરતા અંતે મિલિંદ જૈને પાર્ટી કરવા માટે સ્વિગીમાં ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો.
મિલિંદ જૈને જણાવ્યું કે સ્વિગીથી ઓનલાઈન આપવામાં આવેલા આ ઓર્ડરમાં પનીર ટિક્કા, લચ્છા પરાઠા, ટેસ્ટી પનીર, મિંટ રાયતા, ગાજરનો હલવો સહિત તમામ વેજ આઈટમનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ ઓર્ડર માટે તેણે 813 રૂપિયાનું બિલ પણ ચૂકવ્યું હતું. જ્યારે બધા મિત્રોએ જમવાનું શરૂ કર્યું, ત્યારે બધા પનીર ટીક્કા મસાલામાં ઉપર ચીઝ અને નીચે ચિકન એ જોઈને ચોંકી ગયા હતા.
ત્યાર બાદ આ 4 મિત્રો પોતાના ઘરે પોતાના મોબાઈલથી એક વીડિયો શૂટ કર્યો અને જણાવ્યું કે કેવી રીતે બેહરોઝ ફૂડે તેમને વેજ પનીર ટિક્કાની જગ્યાએ નોન-વેજ ફિલિંગ મોકલ્યું હતું. આ પછી જ્યારે તેમણે ત્યાં જઈને ફરિયાદ કરી તો તેઓ પોતાની ભૂલ સ્વીકારવા પણ તૈયાર નહોતા. અંતે જ્યારે હિન્દુ સંગઠનના લોકો બેહેરોઝની દુકાને પહોંચ્યા અને ફેસબુક લાઈવ કર્યું હતું.
હિંદુ સંગઠનના લોકોએ હાથમાં બેનરો લઈને ગયા હતા, જેમાં BYCOTT બેહરોઝ લખેલું હતું. તેમના હાથમાં પકડાયેલા બેનર પર પ્રતિકાત્મક તાળું પણ હતું. હિન્દુ સંગઠન સાથે જોડાયેલા નરેન્દ્ર ચૌધરી અને તેમની ટીમે અહીં કામ કરતા કર્મચારીઓ પર દબાણ લાવ્યા ત્યાર પછી તેઓએ સીસીટીવી ચેક કર્યા હતા. તેમણે પાર્સલ પેકરને તેની ભૂલ સમજાવી કે તેણે પનીર ટિક્કામાં ચિકન કેવી રીતે મોકલ્યું હતું.