આપણું ગુજરાતસુરત

સુરતના સિટીલાઈટમાં સ્પા એન્ડ જીમમાં લાગી આગ, 2 યુવતિનાં મોત…

Latest Surat News: ડાયમંડ નગરી સુરતમાં આગની ઘટના બની હતી. શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચુન મોલમાં લાગી હતી. મોલમાં આવેલા જીમ અને સ્પામાં આગ લાગતા બે યુવતિના મોત નિપજ્યાં હતા. સ્પામાં કામ કરતી યુવતિઓ દાઝી જતાં મોતને ભેટી હતી. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. ઘટનાની જાણ થતાં મેયર દક્ષેણ માવાણી પણ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો : Surat માં સામાન્ય પાર્કિગ વિવાદ જીવલેણ નિવડ્યો, હુમલામાં એકનું મોત…

ઘટના અંગે ફાયર ઓફિસરે જણાવ્યું, સિટીલાઇટ એરિયાના ફોર્ચુન મોલમાં ટોચના માળે જીમ અને સ્પામાં આગ લાગ્યાનો કોલ મળ્યો હતો. 10 થી 12 જેટલી ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. બે મહિલાઓના ગૂંગળાઈ જવાથી મોત થયા હતા. બંનેના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. આગ કઈ રીતે લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, તે તેના મિત્રની રાહ જોતો હતો ત્યારે કઈંક સળગતું હોય તેવી સ્મેલ આવતી હતી. ઉપર જોતાં ધૂમાડાના ગોટા જોવા મળ્યા હતા. જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.

આ પણ વાંચો : Suratની હોસ્પિટલમાં દિવાળીના દિવસે બન્યો આ અનોખો રેકોર્ડ

બે દિવસ પહેલા સુરતના ઉધનાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જરી કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી. ઉધના ફાયર સ્ટેશન સહિતની અન્ય ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી એટલીવારમાં કારખાનામાં રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button