આપણું ગુજરાત

સુરતમાં ખુદ પિતાએ જ તેની બહેન સાથે મળીને પોતાના દીકરાનું કરાવ્યું અપહરણ!

સુરત: સુરત શહેરમાં એક પિતાએ જ તેમના દીકરાનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે અને તપાસ દરમિયાન ખુદ પોલીસ પણ અચંબિત થઈ ગઇ હતી. દેવામાં ડૂબી ગયેલા એક પિતાએ તેની બહેન સાથે મળીને તેના સસરા પાસેથી પૈસા પડાવવા માટેનું એક કાવતરું રચીને તેના દીકરાનું અપહરણ કરવાનું નક્કી કર્યું હતું. આખરે પોલીસે 36 કલાકની જહેમત બાદ આખા કેસને ઉકેલ્યો હતો અને ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા તારચંદ પાટીલે પોલીસને જણાવ્યું હતું કે તેના પાંચ વર્ષના બાળક વિજય પાટીલનું કોઈએ અપહરણ કરી લીધું છે. પોલીસે બાળકના અપહરણનો ગુનો નોંધીને તપાસ આરંભી હતી. ડીંડોલી પોલીસની મદદથી ક્રાઇમ બ્રાન્ચે પણ આ મામલે તપાસ આદરી હતી. બનાવમાં 6 જુલાઇના રોજ બાળકનુ અપહરણ કરવામાં આવ્યું હતું અને જેને લઈને શનિવારે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ, બાળકના પિતા તારાચંદ પાટીલે 7મીએ સવારે 10 વાગ્યે પોલીસને જણાવ્યું કે તેમના બાળકનું કોઈ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે અલગ-અલગ ટીમો બનાવી બાળકીને શોધવા માટે સીસીટીવી ચેક કર્યા હતા. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને ખબરીની ટીમને પણ સક્રિય કરી હતી. સાથે જ પોલીસે માસૂમ બાળકને શોધવા સોશિયલ મીડિયાનો સહારો પણ લીધો હતો. 36 કલાકની મહેનત બાદ પોલીસને નંદુરબારથી ટ્રેનમાંથી બાળક મળી આવ્યું હતું. આ અપહરણમાં બાળકના પિતા, ફઈ અને ફઈનો મિત્ર સંડોવાયેલો હોવાનું પોલીસે ખુલ્યું હતું અને પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.

કેવી રીતે ફાંડો ફૂટ્યો:

પાંચ વર્ષના બાળકને શોધવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. પોલીસની સીસીટીવી તપાસમાં પિતાએ કહ્યું હતું કે આ મારુ બાળક છે પણ જ્યારે બાળકને પોલીસે શોધી લીધું ત્યારે પિતાએ કહ્યું કે આ બાળકનું મારુ નથી. આથી પોલીસને આ અપહરણમાં તેના બાપનો હાથ હોવાની શંકા ખડી થઈ હતી. તેની પૂછપરછ કરતાં આ અપહરણમાં તેની બહેનનો જ હતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ફઈના મોબાઈલનું સર્વેલન્સ રાખી હતી અને તે નંદુરબારમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બાળકને ટ્રેનમાં ઓળખી લીધું હતું અને સુરક્ષીત રીતે સુરત પરત લઈ અવાયું હતું.

જો કે બાદમાં તપાસમાં બાળકના પિતા પર નવ લાખ જેટલું દેણું હોવાનું બહાર આવ્યું હતુંન અને સાથે જ તેની પત્ની નવું મકાન લેવા માટે દબાણ કઈ હતી. જો કે આથી તેના સસરા પાસેથી પૈસા પડાવવા માટે તેની બહેન સાથે મળીને આ ષડયંત્ર રચ્યું હતું. આ માટે જ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે તારાચંદને મનમાં હતું કે પોલીસ કે તેનો પરિવાર તેના પર શંકા નહિ કરે. જો કે પોલીસની શંકાની નજરમાં આવેલા પિતા પર પૂછપરછ કરતાં આખો મામલો ઘટસ્ફોટ થયો હતો.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button