આપણું ગુજરાતટોપ ન્યૂઝસુરત

Surat હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, Diamond ફેક્ટરીમાં 10 દિવસનું વેકેશન જાહેર

સુરત : સુરતના(Surat)હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે તેની અસર અમેરિકા સહિતના દેશો પર દેખાઈ રહી છે. હીરા ઉદ્યોગની વાત કરીએ તો પહેલીવાર ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. મોટી ફેક્ટરીઓમાં વેકેશન આપવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી મંદી છે. ભારતમાંથી 60 ટકા હીરા અમેરિકામાં જ નિકાસ થાય છે.

હીરા અને જ્વેલરીની માંગ ઘટી છે

સુરતના 400 નાના-મોટા ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વમાં નિકાસ કરે છે, પરંતુ હાલમાં ઘણા દેશોમાં મંદીના કારણે હીરા અને જ્વેલરીની માંગ ઘટી છે. જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર જોવા મળી રહી છે.

આ પણ વાંચો : તમે પણ લઈ શકો છો 200 રૂપિયામાં હીરાની ખાણ, એક હીરો પણ મળી ગયો તો થઈ જશે બેડો પાર…

પહેલીવાર ઓગસ્ટ મહિનામાં વેકેશન

હીરાના મોટા કારખાનાએ 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે. સુરતના હીરા ઉદ્યોગમાં પહેલીવાર ઓગસ્ટ મહિનામાં 10 દિવસનું વેકેશન રાખવામાં આવ્યું છે. જ્યારે અન્ય નાના કારખાનાઓએ અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ રજાઓ રાખવાનું શરૂ કર્યું છે. દિવાળીને હવે માત્ર બે મહિના બાકી છે. આથી વેકેશનના કારણે હીરા કામદારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button