સુરતમાં મશીનમાં ગળું ફસાઈ જતાં યુવકનું કમકમાટીભર્યું મૃત્યુ, વાંચીને રૂંવાડા ઉભા થઈ જશે
![Image representing fatal embroidery machine accident in Surat](/wp-content/uploads/2025/02/Devansurat-embroidery-machine-accidentsh.webp)
Latest Surat News: ડાયમંડ નગરી સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના કતારગામ વિસ્તારમાં એમ્બ્રોઇડરીના મશીનમાં યુવકનું ગળું ફસાઇ જતાં કમકમાટીભર્યું મોત થયું હતું. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં સાથીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
શું છે મામલો
સુરતના કતારગામ જૂની જીઆઈડીસીની એક સોસાયટીમાં એમ્બ્રોઇડરીના કારખાનામાં રહેતો 25 વર્ષીય યુવક શુક્રવારે રાતે મશીન પર કામ કરતો હતો. બીજા દિવસે સવારે કારીગરો આવ્યા ત્યારે તે પેન્ટોગ્રાફમાં ગળાના ભાગેથી ફસાયેલી હાલતમાં મળી આવ્યો હતો. કારખાનાનો ગ્રીલનો દરવાજો અંદરથી બંધ હતો. યુવકને આ રીતે ફસાયેલો જોઈને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે તેને બહાર કાઢ્યો હતો.
Also read: સુરતઃ પોલીસ ભરતીમાં દોડતા દોડતા યુવક ઢળી પડ્યો
જે બાદ તેને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકનું મૃત્યુ મશીનમાં ફસાઇ જતાં ફાંસો લાગી જવાથી થયું હતું. બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે યુવકનું ખરેખર આ રીતે મૃત્યુ થયું છે કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.