આઈસક્રીમ કે તાપણું? સુરતના ત્રણ બાળકના મોતનું જવાબદાર કોણ?

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ત્રણ બાળકોના શંકાસ્પદ મોત થયાની ઘટના સામે આવી છે. શુક્રવારે આઇસક્રીમ આરોગ્યા બાદ તેમની તબિયત લથડી હતી. જે બાદ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. વ્હાલસોયાના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
શું છે મામલો
સુરતના સચિન વિસ્તારના પાલી ગામમાં શુક્રવારે રાત્રે 4 બાળકોએ આઇસક્રીમ ખાધો હતો, ત્યારબાદ તેમને ઉલટીઓ થતાં તબિયત લથડી હતી. જેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ત્રણ બાળકોના મોત નિપજ્યા હતા. એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સુરતના મેયર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
Also read: સુરતમાં નશામાં ધૂત આસિસ્ટન્ટ એન્જિનિરે સર્જ્યો અકસ્માત: પોલીસે ધરપકડ કરી…
આઇસક્રીમ ખાધા બાદ તાપણું કર્યુ હતું
તમામ મૃતક બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે. ત્રણેય બાળકોએ આઇસક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું. જેથી આઇસક્રીમના લીધે કે પછી તાપણાના ધુમાડો શ્વાસમાં જતાં તેના કારણે મોત નિપજ્યા છે તે હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યું નથી. હાલ મૃતહેદને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. પીએમ રિપોર્ટ બાદ મળી જશે અને મોતનું સાચું કારણ જાણી શકાશે.