Surat લાંચ કેસમાં ફરાર પીએસઆઈ એક વર્ષ બાદ ACBના હાથે ઝડપાયો

Surat: Suratના લાંચ કેસમાં ફરાર ઉત્રાણ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ એક વર્ષ બાદ એસીબીના હાથે ઝડપાયો છે. પીએસઆઈ ડી.કે. ચોસલાએ એક વર્ષ અગાઉ ટ્રાવેલ કંપનીના માલિક પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગી હતી. આ કેસમાં બે વચેટિયા ઝડપાયા હતા અને પીએસઆઈ ફરાર થઈ ગયો હતો.
પીએસઆઈ દ્રારા રૂ. 10 લાખની લાંચની માંગ
આ ઘટનામાં ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી ઉપર જાણવા જોગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેની તપાસ પીએસઆઈ ડી.કે.ચોસલા કરી રહ્યા હતા. આરોપી પીએસઆઈ દ્વારા ફરિયાદીને પોલીસ સ્ટેશન બોલાવી જાણવા જોગના કામે ફરીયાદીનું નિવેદન લઇ આઇફોન જમા લઇ લીધો હતો અને આ સમગ્ર કેસમાં ઢીલી તપાસ કરવા માટે પીએસઆઈ દ્રારા રૂપિયા 10 લાખની લાંચ માગવામાં આવી હતી.
ટ્રેપની ગંધ આવી જતા PSI ફરાર
વડોદરા એસીબીએ સમગ્ર ઘટનામાં ગુનો નોંધ્યો હતો.પીએસઆઈ દ્રારા ફરિયાદીને કહેવામાં આવ્યું હતું કે જો અન્ય ગુનામાંથી બચવું હોય તો રૂ. 10 લાખ આપવા પડશે. ફરિયાદી પાસે રૂપિયાના હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ છટકુ ગોઠવી વચેટિયા દ્રારા લાંચની રકમ સ્વીકારાતા એસીબીએ ધરપકડ કરી હતી. દરમિયાન પીએસઆઈને ACB ટ્રેપની ગંધ આવી જતા ફરાર થઈ ગયો હતો. જ્યારે પીએસઆઈ આજે એક વર્ષે ઝડપાયો હતો.
Also Read –