દિલ્હીના પ્રદૂષણની કયા વાત જ રહી! ગુજરાતના આ શહેરોનો પણ ટોપ 9માં સમાવેશ
અમદાવાદ: દિલ્હીના પ્રદૂષણના અહેવાલોની વચ્ચે ગુજરાતના બે શહેરોના એર પોલ્યુશનના આંકડાઓ વિશે જાણીને તમે ચોંકી ઊઠશો. ગુજરાતનું અમદાવાદ અને સુરત PM 2.5 પ્રદૂષણના વધતા સ્તર સાથે એર પોલ્યુશનનો સામનો કરી રહ્યા છે. આ કેટેગરીમાં ભારતના નવ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં આ બંને શહેરોએ સ્થાન મેળવ્યું છે. સંસદમાં રજૂ કરવામાં આવેલી યાદીમાં સુરત ત્રીજા ક્રમે અને અમદાવાદ છઠ્ઠા ક્રમે રહ્યું છે.
2023માં પણ સમાન સ્થિતિ
આ અંગે નિષ્ણાતોએ ચેતવણી આપતા કહ્યું છે કે આ સ્થિતિની વાર્ષિક સરેરાશ વ્યવસ્થિત લાગે છે, પરંતુ શિયાળની ઋતુમાં આ પરિસ્થિતીમાં બદલાવ આવે છે અને બગડવા લાગે છે, જેનાથી જાહેર આરોગ્ય જોખમાય છે. 2023 માં પરિસ્થિતિ, સુરતમાં વાર્ષિક સરેરાશ 52 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટર (µg/m3) નોંધાયેલ, જ્યારે અમદાવાદનું વાર્ષિક સરેરાશ PM2.5 સ્તર 39 µg/m3 હતું.
આ પણ વાંચો : અમદાવાદમાં લંડનથી આવેલા NRG યુવકની મિત્રએ જ કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો…
કેન્દ્ર સરકાર કરી રહી છે કામ
પર્યાવરણ નિષ્ણાતો કહે છે કે વાર્ષિક સરેરાશ PM2.5 સાંદ્રતા ઓછી દેખાતી હોવા છતાં, તે શિયાળાના મહિનાઓમાં પાંચ કે છ ગણો વધી જાય છે, જે અત્યંત જોખમી સ્તરે પહોંચે છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે PM2.5 સ્તરના સંદર્ભમાં 454 શહેરોમાં હવાની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી 245 શહેરો વર્ષ 2023માં PM2.5 સ્તરની વાર્ષિક સરેરાશ માટે NAAQS ને મળ્યા હતા.
કયા કારણે બગડી રહી છે સ્થિતિ?
આ અંગે આ માટે કાર્યરત એક NGOના સભ્યએ જણાવ્યું હતું કે PM2.5નું વધવું એ માત્ર ઔદ્યોગિક પ્રદૂષણ જ નથી, અમદાવાદ જેવા શહેરોમાં શિયાળા દરમિયાન PM2.5નું સ્તર 300 જેટલું ઊંચું નોંધાયું છે. અમદાવાદમાં બાંધકામ અને ટ્રાફિકમાંથી ઉત્સર્જન ખૂબ જ ઊંચું છે, વળી ગ્રીન કવરમાં થઈ રહેલો ઘટાડો આ સ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે.