આપણું ગુજરાત

સુરતમાં આકરણી વિભાગના બે કલાર્ક લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

સુરત: સુરત મહાનગર પાલિકા(SMP)ના બે કર્મચારીઓને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(ACB)એ રંગેહાથ ઝડપી પાડયા હતા. ઉધના સાઉથ ઝોન-A ના આકરણી વિભાગના બે ક્લાર્ક વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવાના અવેજ પેટે 35 હજારની લાંચ માગવામાં આવી હતી. આ દરમિયાન એસીબીએ છટકું ગોઠવી બંનેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read more: અમદાવાદમાં રથયાત્રાની તૈયારીઓ શરુ, ભગવાન આ જગ્યાએ બનેલા વાઘા ધારણ કરી નગરચર્યાએ નીકળશે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મકાનનો વેરો દર ત્રણ વર્ષે રીકવીજેશન કરવાનો થતો હોય છે. એક રહીશ મકાનનો વેરો સુરત મનપા ઓફિસમાં ભરવા આવ્યો હતો, વેરો રીકવીજેશનની કાર્યવાહી કરવા માટે ઉધના સાઉથ ઝોન-એમાં આકરણી વિભાગના કલાર્ક જીજ્ઞેશકુમાર પટેલ અને મેહુકકુમાર પટેલએ 35 હજારની લાંચ માંગી હતી.

Read more: Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં કર્મચારીઓ અને અધિકારીઓની બદલી હવે ડીજીપી જ કરી શકશે

આ અંગે ACBમાં ફરિયાદ થતા એસીબીએ છટકું ગોઠવીને ખટોદરા રોકડીયા હનુમાન મંદિરની પાછળ મેહુલકુમાર બાલુભાઇ પટેલએ લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમ પહોંચી હતી અને સ્થળ પરથી જ બંને આરોપીઓને ઝડપી પાડી આ મામલે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો