Suprme Court એ ગોધરાકાંડ બાદ વડોદમાં ફાટેલ તોફાન કેસમાં 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાતમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોના એક કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટે(Suprme Court)6 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતાં. સુપ્રીમે આ ઘટનાને જૂથ અથડામણ ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે ટાંક્યું કે, કોર્ટની જવાબદારી છે કે, કોઈ રાહદારીને આરોપી બનાવી તેની સ્વતંત્રતા ના છીનવાય. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને મનોજ મિસરાની બેન્ચે જણાવ્યું હતું કે, આરોપી અથવા તેમની ભૂમિકાઓ અંગે કોઈ સંદર્ભ વગર નિવેદનો કરતાં સાક્ષીઓના નિવેદનો પર આધાર રાખવાના મામલે અદાલતોએ ખુબ જ સાવચેતી દાખવી જોઈએ.
આ પણ વાંચો: ગોધરા કાંડ અંગે પીએમ મોદીએ પોડકાસ્ટમાં કર્યા મહત્ત્વના ખુલાસા, જાણો બીજું શું કહ્યું?
પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડાયું હતું
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો. જેમાં નીચલી કોર્ટોના ચૂકાદાને પલટાવી દેવાયો હતો. વડોદરાના વડોદ ગામમાં થયેલા તોફાનોમાં છ લોકોને દોષિત ઠેરવાયા હતાં. જ્યારે 12 લોકોને નિર્દોષ છોડી મુકાયા હતાં.ફરિયાદ પક્ષ તરફથી આરોપ લગાવવામાં આવ્યો હતો કે, 28 ફેબ્રુઆરી 2002ના રોજ વડોદ ગામમાં તોફાનો થયા હતાં. જેના પરિણામસ્વરૂપે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું અને પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડાયું હતું.
આવા લોકો માત્ર દર્શક હોય છે
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જૂથ અથડામણના કિસ્સામાં મોટી સંખ્યામાં લોકો સામેલ હોય છે. ત્યાં કોર્ટ પર એ સુનિશ્ચિત કરવાની જવાબદારી હોય છે કે, કોઈપણ નિર્દોષ વ્યક્તિને દોષિત ના ઠેરવાય અને તેની સ્વતંત્રતાથી તેને વંચિત ના રખાય. આવા લોકો માત્ર દર્શક હોય છે. પરંતુ સાક્ષીઓને તે એકઠી થયેલી ભીડનો હિસ્સો લાગે છે. રેકોર્ડ પર રહેલા સાક્ષીઓ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતાં તેવા તથ્યને રજૂ કરે છે.