મહીસાગરમાં અંધશ્રદ્ધાએ લીધો વધુ એક મહિલાનો ભોગ: ભુવાએ આપેલું પીણું પિતા થયું મોત
ભિલોડા: હાલમાં જ ગુજરાત સરકારે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિઓ વિરુદ્ધનો ખરડો પસાર કર્યો છે. તેમ છતાં ગુજરાતમાં અંધશ્રધ્ધાના લીધે કોઈના જીવના ભોગ લેવાયાની અનેક ઘટનાઓ સામે આવતી રહી છે. ક્યારેક કોઇ સ્ત્રીમાં ડાકણ હોવાનો વહેમ રાખીને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવે છે, ક્યારેક કુમળા બાળકને ડામ દેવામાં આવે છે અને બાળકના જીવનો ભોગ લઈ લેવામાં આવે ત્યારે અંધશ્રધ્ધાનો વધુ એક મહિસાગરના મોટા ખાનપુરમાં બન્યો છે કે જ્યાં અંધશ્રદ્ધાએ પરણિતાનો ભોગ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગરના મોટા ખાનપુરમાં એક 28 વર્ષીય પિન્કીબેન રાવળ નામની પરણિતા અંધશ્રદ્ધાનો ભોગ બની હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. વાત જાણે એમ છે કે પરણિતાને શરીરમાં દુખાવો થતો હોવાથી પરિવારજનો તેને હોસ્પિટલ લઇ જવાના બદલે સગા-સંબંધીઓના કહેવાથી ભુવા પાસે લઇ ગયા હતા. માલપુરના પીપરાણા પાસે ભુવાજી રહેતા હોવાથી પરણિતાને ત્યાં લઇ ગયા હતા. ત્યારબાદ ભુવાજીએ પરણિતાને આકડાં મૂળ પીવડાવતાં પરણિતાની તબિયત બગડી હતી અને બેભાન થઇ ગઇ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.
બાદમાં પરિણીતાને અલગ અલગ દવાખાને લઇ જવામાં આવી હતી. મહિલાને મોડાસા, વડોદરા અને છેલ્લે અમદાવાદ ખાતે લઇ ગયા પરંતુ પરિણીતાનો જીવ બચી શક્યો નહીં. પરિણીતાનું મોત થયું હતું.