આપણું ગુજરાત

બંગાળથી ચૂંટણી જીતનાર Yusuf Pathan પર વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ કરી વિવાદીત ટિપ્પણી

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામો બાદ પશ્ચિમ બંગાળના બહેરામપુરથી (Baharampur) ચૂંટણી જીતેલા ગુજરાતનાં જ પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (Yusuf Pathan)હાલ ચર્ચાનું કેન્દ્ર છે. જો કે યુસુફ પઠાણની જીત બાદ વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકીએ (Sunil Solanki ExMayor Vadodara) પઠાણ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. સુનિલ સોલંકીએ ફેસબુક પર પોસ્ટ કરી હતી કે, “વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહીંગ્યાં મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી (TMC)ના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે. “

યુસુફ પઠાણ ગુજરાતના પૂર્વ ક્રિકેટર છે અને તેઓ મૂળ વડોદરાના રહેવાસી છે. કોંગ્રેસ નેતા અહેમદ પટેલ બાદ યુસુફ પઠાણ ગુજરાતમાંથી લોકસભામાં પહોંચનાર પ્રથમ મુસ્લિમ છે. યુસુફ પઠાણ બંગાળની બહેરામપુર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર હતા, તેમણે આ ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરીને હરાવ્યા છે. યુસુફ પઠાણને 5,24,516 મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના અધીર રંજન ચૌધરીને 4,39,494 મતો મળ્યા છે. યુસુફ પઠાણે 85,022 મતોની લીડથી જીત મેળવી હતી.

યુસુફ પઠાણની જીતને લઈને વડોદરાના પૂર્વ મેયર સુનિલ સોલંકી દ્વારા ટિપ્પણી કરવામાં આવી હતી. તેમણે યુસુફ પઠાણની જીત બાદ ફેસબૂકમાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, “વડોદરાવાસીઓ ધ્યાનમાં રહે, બંગાળમાં રોહીંગ્યાં મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી (TMC)ના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે.

ભાજપે ગત વર્ષે પત્રિકાકાંડમાં સુનિલ સોલંકીને મહામંત્રી પદેથી હટાવી દીધા હતા, જોકે તેઓ હાલમાં પૂર્ણ થયેલી લોકસભાની ચૂંટણીમાં સુરત લોકસભા બેઠકના પ્રભારી હતા. ત્યાં પાર્ટીનો બિનહરીફ વિજય થયો હતો.

Also Read –

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker