ગુજરાતમાં સુરતની Sumul ડેરીએ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો
અમદાવાદ : ગુજરાતની જનતાની માથે ફરી એકવાર મોંધવારીનો માર પડ્યો છે. જેમાં અમૂલ(Amul) ડેરી બાદ હવે સુરતની(Surat)સુમુલ ડેરીએ(Sumul)પણ ગ્રાહકો માટે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેમાં સુમુલ ડેરીએ દૂધના ભાવમાં લિટર બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો આજે રવિવારથી જ અમલી બનશે. સુમુલ ડેરી તેની મોટાભાગની પ્રોડકટ અમૂલ બ્રાન્ડના નેજા હેઠળ જ વેચાણ કરે છે. આ ભાવવધારાને પગલે આજથી અમુલ ગોલ્ડના 500 મિલીના પાઉચના 34 રૂપિયા,અમુલ તાજાના 27 રૂપિયા ,અમુલ શકિતના 31,અમુલ સ્લિમ એન્ડ ટ્રિમના 24 રૂપિયા ચૂકવા પડશે.
પશુપાલકોને પણ થોડા દિવસ પહેલા ભાવ વધારો અપાયો
સુરતની દૂધ ઉત્પાદક સહકારી ડેરી સુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો આપવામાં આવ્યો હતો. સુમુલ ડેરી દ્વારા ભેંસના દૂધમાં કિલોફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. તેમજ ગાયના દૂધમાં કિલોફેટે 15 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ભેંસના દૂધના કિલોફેટે ભાવ 830 રૂપિયા હતા જે વધારીને 850 રૂપિયા કરવામાં આવ્યા હતો. સુમુલ ડેરી દરરોજ 12.50 લાખ લિટર દૂધનું વેચાણ કરે છે.
દૂધના કિલોફેટના ભાવમાં વધારો અપાયો
જ્યારે ગાયના દૂધના કિલોફેટના ભાવ 795 રૂપિયા હતા જે વધારીને 810 રૂપિયા કરવામાં આવ્યા છે. તો સુમુલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં કરવામાં આવેલા આ ભાવ વધારાથી સુરત અને તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોને વાર્ષિક 60 કરોડનો ભાવ વધારો આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 03 જૂનના રોજ અમૂલ અને મધર ડેરીએ પણ ગ્રાહકો માટે દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો કર્યો હતો.
Also Read –