આપણું ગુજરાત

હજુ તો ઊનાળાની શરૂઆત થઈ નથી અને પાણી માટેના વલખાં શરૂ થઈ ગયા આ ત્રણ ગામમાં

ઊનાઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને દરેક પક્ષે જનતાને ફરી સોનેરી સપનાઓ બતાવાનું શરૂ કરી દીધું છે, પરંતુ હકીકત તો એ છે કે આઝાદીના 77 વર્ષ બાદ પણ દેશના સેંકડો ગામડાં એવા છે જ્યાં બે માટલા પીવાના પાણી માટે પણ વલખાં મારવા પડે છે. વિકાસના મોડેલ ગણાતા ગુજરાતમાં પણ સ્થિતિ આવી જ છે.

આવી જ સ્થિતિ ગીર ગઢડાના ગામોની છે. ગીરગઢડા નાં જંગલ બોર્ડરને અડીને આવેલાં જાખીયા,ફરેડા, બાબરીયા જેવાં ગ્રામ જૂથ પંચાયતનાં ત્રણ હજારની વસ્તી ધરાવતાં શ્રમિક વર્ગ નાં ગામો ઊનાળાની શરૂઆતથી જ પીડાઈ રહ્યા છે. ઉપરોક્ત ત્રણેય ગામમાં અને ખેતી વાડી વિસ્તારમાં અંદાજીત 15 જેટલાં પાણીનાં બોર આવેલાં છે, પરંતુ મોટાભાગના બોર કુવાનાં તળમાં પાણી ડુકી જવાનાં કારણે બંધ પડયા છે તો બીજી તરફ ફરેડા ગામે પાંચ જેટલી બોરની ડંકીમાં ત્રણમાં પાણી નહીં આવતાં બંધ પડી છે બે ડંકી શરૂ છે તેને દશ મીનીટ સુધી ધમવી પડે ત્યારે માંડ મુસીબત અર્ધો કલાક સુધી પાણી પીવા નાં 15થી 20 બેડાં મળે છે.

જંગલ બોર્ડર નાં રેવન્યુ વિસ્તારમાં આવેલાં આ ગામોને મચ્છુ નદી જુથ યોજના હેઠળ જોડીને પીવાનાં પાણી જુથ સીચાઈ યોજના હેઠળ બે થી ત્રણ દિવસે એક કાતરે 1.50 દોઢ લાખ લીટર પાણી અપાય છે તે પાણી ગામની વસ્તી ની જરૂરિયાત કરતાં ઓછું અપાય છે 3 લાખ લીટર પાણી સામે અર્ધું હોવાથી ગામ ની જરૂરિયાત ને પુરૂં થતું નથી અને તે પણ પીવા લાયક નહીં હોવાનું ગામજનો એ જણાવ્યું હતું ગામ માં 1500 જેટલાં માલઢોર હોય તેને પણ પાણી માટે ટળવળતા હોય છે ગામ નાં અવેડા પણ કોરાં ઢાકળ જોવાં મળ્યાં હતાં.

નાની બાળા ઓ નું બચપણ જાણે પાણી માટે જન્મ્યું હોય તેમ દુર દુર વિસ્તાર માં આવેલી ડંકી નાં હાથા પર હાથ મુકીને પાણી સીંચવા માટે જ હોય તેવાં દ્રષ્ય જોવાં મળ્યાં હતાં પનિહારી બહેનો નો આક્રોશ પાણી ની કાયમી સમસ્યા પર વધું જોવાં મળી રહ્યો હતો એપ્રીલ ની શરૂઆત થી જુન નાં એન્ડ સધી ગામ લોકો ને બહાર થી અને વાડી વિસ્તાર માંથી ટાંકા ભરીને પાણી લાવી ને ચલાવવું પડે છે જેનાં પાસે સગવડ છે તેની ત્યાં પાણી જોવાં મળે પરંતુ મોટાભાગ ની વસ્તી શ્રમિક વર્ગ ની હોવાથી આખો દિવસ મંજુરી કામ કરવાં જતો હોય સાંજે આવીને પાણી ની શોધમાં દરદર ભટકે ત્યારે માંડ બે પાંચ ધડા પાણી મેળવી શકે છે.

આ ગામોને મચ્છુ નદી જૂથ યોજના હેઠળ જોડી એકાંતરે લગભગ દોઢેક લાખ લિટર પાણી મળે છે જે વસતિની જરૂરિયાતના પ્રમાણમાં અડધું છે. માત્ર પાણી નહીં વીજળી, રસ્તા, પરિવહન તમામ સુવિધાઓ અહીં પહોંચી નથી. આ ગામો જૂથ પંચાયત હેઠળ છે, પરંતુ અમુક કેસ કોર્ટમાં હોવાથી સાત વર્ષથી ચૂંટણી નથી થઈ. અહીં વહીવટીદાર શાસન ચાલે છે. ત્રણેક હજારની વસ્તીવાળા આ ગામમાં 1500 જેટલા ઢોર પણ છે, તેમને પણ પાણી વિના ટળવળવું પડે છે. અહીંની મહિલાઓ જ નહીં બાળકીઓ પણ દિવસભર પાણી માટે ભટકતી હોય છે. તેમનુ બાળપણ અને અભ્યાસ પાણીને લીધે બલિ ચડી રહ્યો હોવાનું ગામલોકો કહે છે.

ગામના પૂર્વ સરપંચ જેઠાભાઈ બારૈયાએ જણાવ્યું હતું કે ફરેડા,જાખીયા, બાબરીયા જંગલ બોર્ડર નાં ગામો આવેલાં છે અહી જંગલ વિભાગ ની હેરાનગતિ સામે લડવું પડે છે તો બીજી તરફ ગામ નાં લોકો ની પાણી, રસ્તા, વિજળી,અને વિકાસ નાં કામો માટે પણ તંત્ર નાં અધિકારી સામે લડવું પડે છે તેમ છતાં પણ અમારા ગામો ને પછાત રખાયાં છે પાણી નાં બોર છે પણ ડંકી માં પાણી આવતાં નથી પાંચ ડંકી સામે બે શરૂ છે પંચાયત નાં પાણી નાં કુવા કોરા પડ્યા છે તેને ઊંડા ઉતારવાં પડે તેમ છે જરૂરીયાત કરતાં ઓછું પાણી અપાય છે વાસ્મો યોજના અંતર્ગત કામો કરાયાં પણ પાણીજ નહીં હોવાથી યોજનાઓ નિષ્ફળ ગઈ. ૧૫૦૦ જેટલાં માલઢોર પાણી વગર ટળવળે તેને પાણી પીવડાવવું મુશ્કેલ બની ગયું છે. પાણી પુરવઠા વિભાગના કોઈ અધિકારી સાથે વાત ચીત થઈ શકી ન હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?