આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં હવે ખરાખરીનો જામશે ઉનાળો, સીઝનના પ્રથમ હીટ વેવની શરૂઆત…

Gujarat Weather Updates: હોળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં બપોરના સમયે ગરમી ધીમે ધીમે વધી રહી છે. 8 જિલ્લામાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજક્ટોમાં સૌથી વધુ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે સાથે સાથે રાજ્યમાં ગરમીનો પારો 37 થી 38 રહેવાનું અનુમાન છે,આગામી 5 દિવસમાં તાપમાન 3થી 5 ડિગ્રી વધશે તો 9 થી 11 માર્ચ દરિયાકાંઠે ગરમ, ભેજવાળા પવન ફૂંકાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. સીઝનના પ્રથમ હીટવેવની શરૂઆત થઈ ગઈ છે.

Also read : રેલવેના પ્રવાસીઓઃ અમદાવાદથી આવન-જાવન કરતી આ ટ્રેનોની આ માહિતી નોંધી લો…

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો અમદવાદમાં 38.2 ડિગ્રી, ગાંધીનગરમાં 38.4 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી, કેશોદમાં 38.8 ડિગ્રી,અમરેલીમાં 38.8 ડિગ્રી, ભુજમાં 38.7 ડિગ્રી,ડીસામાં 38.4 ડિગ્રી, વડોદરામાં 37.6 ડિગ્રી,સુરતમાં 37.2 ડિગ્રી, નલિયામાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી આપી છે,જેમાં કચ્છ અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 10 અને 11 તારીખે કચ્છ,બનાસકાંઠા,રાજકોટ, અમરેલી, ભાવનગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તાપમાનનો પારો ઉંચકાતા અકળામણની સ્થિતિ જોવા મળશે.

Also read : કચ્છમાં ફાગણ મહિનો આકરા પાણીએ: ભુજ સહિત કચ્છના મોટાભાગના મથકો ૪૦ ડિગ્રી મહત્તમ તાપમાનમાં શેકાયા…

ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવે આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. એન્ટિસાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી હવે ગરમ પવન ફૂંકાવાના શરૂ થશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાવાવરણ સૂકું રહેશે. મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો વધારો થવાનું અનુમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button