આપણું ગુજરાત

ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કુલ 13 પાઈપલાઇનની કામગીરી પૂર્ણ, અનેક ગામોને ફાયદો થશે…

અમદાવાદ : ગુજરાત સરકારની મહત્વકાંક્ષી પાણી પુરવઠા યોજના સુજલામ સુફલામનું(Sujlam Suflam Yojna)કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાતમાં પણ યોજનાનું કામ ઝડપભેર કરવામાં આવી રહ્યું છે. જે અંગે વિધાનસભા ગૃહ ખાતે પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના પરિણામે આપણું રાજ્ય પાણીદાર બન્યું છે.

Also read : Gujarat માં દિવ્યાંગ ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું ભૂમિપૂજન કરાયું

વિધાનસભા ગૃહમાં સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ રૂપિયા 4804 કરોડથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે.

દિયોદર – લાખાણી પાઇપલાઇનમાં કુલ 124 ગામોના 194 તળાવોને જોડવામાં આવશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં દિયોદર- લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂપિયા 923 કરોડના ખર્ચે આશરે 300 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી 53.70 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ પાઇપલાઇનના માધ્યમથી દિયોદર તાલુકાના 46 ગામ, લાખણી તાલુકાના 43 ગામ, ડીસા તાલુકાના 23 ગામ અને થરાદ તાલુકાના12 ગામોને મળીને કુલ 124 ગામોના 194 તળાવોને જોડવામાં આવશે.

Also read : વર્ષ 2025 ની પહેલી લોક અદાલતને મળી અભૂતપૂર્વ સફળતાઃ 7 લાખ કેસનો નિવેડો…

થરાદ – ધાનેરા પાઇપલાઇનમાં 109 ગામના 117 તળાવોને જોડાશે

તેવી જ રીતે, થરાદ- ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂપિયા 1150 કરોડના ખર્ચે આશરે 200 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી 63.86 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માધ્યમથી થરાદ તાલુકાના 54 અને ધાનેરા તાલુકાના 55 ગામોને મળીને કુલ 109 ગામના 117 તળાવોને પાઈપલાઈન સાથે જોડવામાં આવશે. આ બંને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button