આપણું ગુજરાત

ઘોર બેદરકારી: સાબરમતી રિવરફ્રન્ટ પર 12 વર્ષમાં 1,800 આત્મહત્યા, છતાં રેક્યું બોટ નહીં

અમદાવાદ: સાબરમતી નદીના બંને કાંઠે બાંધવામાં આવેલો રિવરફ્રન્ટ શહેરીજનો માટે સમય ગાળવાનું મનપસંદ (Ahmedabad Sabarmati Riverfront) સ્થળ છે, સવાર અને સાંજના સમયે રિવરફ્રન્ટ પર મુલાકતીઓની ભીડ ઉમટતી હોય છે. પરંતુ રિવરફ્રન્ટ ઘણી દુ:ખદ ઘટનાઓનું પણ સાક્ષી રહ્યું છે. એક આહેવાલ મુજબ છેલ્લા 12 વર્ષોમાં અહીં 1,800 થી વધુ આત્મહત્યાના બનાવો બન્યા છે. જોકે ચિંતા જનક બાબત એ છે કે આટ આટલી ઘટનાઓ બન્યા છતાં અહીં રેસ્ક્યુ બોટ તૈનાત નથી, ફાયર વિભાગ દ્વારા અગાઉ તૈનાત કરાયેલી બંને બોટ હાલમાં આઉટ ઓફ સર્વિસ છે.

AMCની ઘોર બેદરકારી:
એક અખબારી અહેવાલ મુજબ વર્ષ 2012 થી 1,800 થી વધુ લોકોએ સાબરમતીમાં કૂદીને પોતાનો જીવ લીધો છે. આટલા બનાવો છતાં પ્રશાસનની બેદરકારી જોવા મળી રહી છે. રિવરફ્રન્ટ પર આત્મહત્યાના બનાવો નિવારવા અલગથી ફાયર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી નથી. જમાલપુર અને શાહપુરમાં સૌથી નજીકના ફાયર સ્ટેશન 1.5 કિમી દૂર છે. ફાયર ડિપાર્ટમેન્ટની રેસ્ક્યુ ટીમને રેસ્ક્યુ કોલ કર્યા પછી ઘટનાસ્થળે પહોંચવામાં સાતથી 15 મિનિટનો સમય લાગે છે, જેના કારણે જીવ બચાવવા મુશ્કેલ બને છે.

RTIના જવાબમાં ચોંકાવનારો ખુલાસો થયો:
વર્ષ 2014થી આ વર્ષના ઑક્ટોબર સુધીમાં 247 મહિલાઓ, 1,586 પુરૂષો અને 36 બાળકોએ સાબરમતીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. આ સમયગાળા દરમિયાન, ફાયર વિભાગને 2,762 રેસ્ક્યૂ કોલ મળ્યા અને 192 મહિલાઓ, 258 પુરુષો અને 16 બાળકોને બચાવી લેવામાં આવ્યા હતાં. આ વર્ષે, 10મી ઑક્ટોબર સુધી વિભાગને 174 રેસ્ક્યૂ કૉલ્સ મળ્યા હતાં અને નવ મહિલાઓ, 23 પુરુષો અને એક બાળકને બચાવી લેવામાં આવ્યા હતાં.

જમાલપુરના રહેવાસી એડવોકેટ દ્વારા કરવાના આવેલી RTIના જવાબમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ વિભાગ દ્વારા આ માહિતી બહાર પાડવામાં આવી હતી.

સિક્યોરીટી ગાર્ડસને તરવાની તાલીમ નથી અપાઈ:
આરટીઆઈ અરજદારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. પાસેથી સીસીટીવી, સિક્યોરિટી ગાર્ડ્સ અને અન્ય મુદ્દાઓ અંગે પણ વિગતો માંગી હતી. તેના જવાબમાં, AMCએ જણાવ્યું કે રિવરફ્રન્ટની બંને બાજુએ 18.90km લોઅર અને અપર પ્રોમેનેડ લોકો માટે ખુલ્લા છે. જોકે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા નથી. દરેક કિલોમીટરે સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે, પરંતુ તે બધાને સ્વિમિંગની તાલીમ આપવામાં આવી નથી.

RTI અરજકર્તા એડવોકેટના જણાવ્યા મુજબ જો AMC પૂરતી વ્યવસ્થા ગોઠવે તો ઘણા જીવ બચાવી શકાય એમ છે, પરંતુ આ મામલે બેદરકારી જ દાખવવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button