આપણું ગુજરાત

વિદેશ ભણવા જવાના અભરખાં ગુજરાત કરતા પણ આ રાજ્યોમાં વધું છે

સામાન્ય રીતે ગુજરાતીઓ અભ્યાસ કે વેપારધંધા માટે વિદેશ જવાના ભારે ઓરતા હોય છે. વર્ષોથી ગુજરાતીઓ રાજ્યની બહાર અને દેશની બહાર કામ માટે ગયા છે અને સ્થાયી થયા છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ગુજરાતના યુવાનો અમેરિકા અને કેનેડાની વિઝા ઓફિસ બહાર લાંબી કતારો લગાવતા જોવા મળે છે. યુવાનોના માતા-પિતાને પણ એવી ઈચ્છા હોય છે કે સંતાન વિદેશ જઈ અભ્યાસ કરે ને ત્યાં જ સેટ થઈ જાય. જોકે ગુજરાતીઓ કરતા પણ બીજા રાજ્યોના યુવાનો-વિદ્યાર્થીઓ વિદેશ ભણવા દોટ મૂકે છે, તેમ એક અહેવાલ જણાવે છે.

ગ્લોબલ એજ્યુકેશન કોન્ક્લેવમાં જાહેર કરાયેલા એક અહેવાલમાં અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓ અંગે આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. જેમાં ખાસ કરીને અમેરિકા, ઈંગ્લેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા પર ધ્યાન કેંદ્રિત કરવામાં આવ્યું છે. અહેવાલમાં આપેલી વિગતો અનુસાર, 2019માં લગભગ 10.9 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. 2022માં તેમની સંખ્યા 7 ટકા વધીને 13.24 લાખ થઈ હતી. 15 ટકાની વર્તમાન વૃદ્ધિ જળવાશે તો 2025 સુધીમાં વિદેશ અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓનો આંકડો આશરે 20 લાખ સુધી પહોંચી જશે, તેમ પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.


વિદેશ ભણવા જતા ભારતીય વિદ્યાર્થીઓમાં સૌથી વધુ પ્રમાણ પંજાબ, તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતનું છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો, પંજાબમાંથી 12.5 ટકા વિદ્યાર્થીઓ, આંધ્રપ્રદેશ-તેલંગાણાથી પણ 12.5 ટકા વિદ્યાર્થીઓ, મહારાષ્ટ્રનો ફાળો પણ 12.5 ટકા છે. જ્યારે ગુજરાતના 8 ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે.


અન્ય રાજ્યોની વાત કરીએ તો, દિલ્હી-એનસીઆરના 8 ટકા, તમિલનાડુના 8 ટકા, કર્ણાટકના છ ટકા વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માટે જાય છે. અહેવાલ પ્રમાણે, 2025 સુધીમાં ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ અભ્યાસ પાછળ થતો ખર્ચ વધીને 70 અબજ ડોલરે પહોંચશે, તેમ પણ જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 2019માં ભારતીય વિદ્યાર્થીઓએ વિદેશ અભ્યાસ પાછળ 37 અબજ ડોલરનો અંદાજિત ખર્ચ કર્યો હતો. 2022માં તેમાં 9 ટકા વધારો થતાં ખર્ચ 47 અબજ ડોલર સુધી પહોંચ્યો હતો. ખર્ચમાં 14 ટકાના વર્તમાન દરે વૃદ્ધિ ચાલુ રહેશે તો 2025 સુધીમાં ખર્ચ 70 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ છે.


આ અહેવાલનું સંકલન યુનિવર્સિટી લિવિંગ અકોમોડેશન્સ અને વન સ્ટેપ ગ્લોબલ દ્વારા કરવામાં આવ્યું છે. બંને કંપની વૈશ્વિક શૈક્ષણિક સંસ્થાઓ, શૈક્ષણિક સર્વિસ પ્રોવાઈડર્સ અને સરકારી સંસ્થાઓ સાથે મળીને એશિયામાં તેમનો બિઝનેસ વિસ્તારવા માટે કાર્યરત છે.

ભારતીય વિદ્યાર્થીઓ પરંપરાગત રીતે વિદેશ અભ્યાસ માટે અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની પસંદગી કરે છે. જોકે, છેલ્લા થોડા વર્ષોથી આ યાદીમાં કેટલાક નવા દેશોનો ઉમેરો થયો છે. જેમાં જર્મની, કિર્ગીસ્તાન, આયર્લેન્ડ, સિંગાપોર, રશિયા અને ફિલિપિન્સનો સમાવેશ થાય છે, તેમ અહેવાલમાં ઉલ્લેખ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker