આપણું ગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્ર યુનિ.ના વિદ્યાર્થિઓ ડોલ લઈ કુલપતિના બંગલે પહોંચ્યા, જાણો શું છે કારણ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ (Saurastra university)માં ફરી એક વખત પાણીનો પ્રશ્ન સર્જાયો છે. હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી નથી મળી રહ્યું. જેના કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે ABVPના કાર્યકરો સાથે વિદ્યાર્થીઓ ડોલ લઈને કુલપતિ નિવાસસ્થાને પહોંચ્યા હતા. સમસ્યાનો નિકાલ લાવે તેવી ઉગ્ર માગ સાથે સુત્રોચ્ચાર કરી બંગલાની સામે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી આવતુ નથી:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ABVPના અધ્યક્ષએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલી અર્ન વાઇલ લર્ન હોસ્ટેલમાં હાલ 40 જેટલા વિદ્યાર્થીઓ રહે છે. તેમને છેલ્લા એક અઠવાડિયાથી પીવાનું પાણી નથી મળી રહ્યું. આ ઉપરાંત અન્ય ઉપયોગમાં લેવાનું પાણી પણ બે દિવસથી બંધ છે. પાણીનો પ્રશ્ન દૂર કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવતા ટૂંક સમયમાં તેનો નિકાલ આવી જશે તેવી હૈયા ધારણા આપવામાં આવતી હતી. પણ પાણીનો પ્રશ્ન દૂર ન થતા ગુરુવારે રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સાથે રાખી કુલપતિ નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને ભારત માતા કી જયના નારા સાથે કુલપતિ નિવાસસ્થાનની સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેને કારણે હોબાળો મચી ગયો હતો. હોબાળા બાદ ટેમ્પરરી પાણીની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

હોબાળા બાદ પાણીની વ્યવસ્થા કરાઇ:

જોકે તે સમયે ત્યાં હાજર સિક્યોરિટી ઇન્ચાર્જ પાસે કુલપતિ કે કુલસચિવનો મોબાઈલ નંબર જ ન હોવાનું સામે આવતા વિદ્યાર્થી પરિષદ રોષે ભરાઇ હતી અને ભારત માતા કી જયના નારા સાથે કુલપતિ નિવાસસ્થાનની સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હોબાળા બાદ કામચલાઉ રીતે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો… હિંદુ પરિવારમાં જન્મી, પણ છે આ અભિનેત્રી મુસ્લિમ