આપણું ગુજરાત

વિદ્યાર્થીએ શરીર પર પેટ્રોલ છાંટીને કહ્યું, ‘એડમિશન ન મળ્યું તો…’

અમદાવાદની સી એન ફાઇન આર્ટ્સ કોલેજના એક વિદ્યાર્થીએ પોતાના શરીર પર પેટ્રોલ છાંટીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી હતી. જો કે તે દિવાસળી સળગાવે એ પહેલા જ આસપાસના વિદ્યાર્થીઓએ તેને પકડી માચીસ લઇ લેતા તેનો બચાવ થયો હતો. વિદ્યાર્થીએ કોલેજના પ્રિન્સીપાલ પર આરોપ લગાવ્યો છે કે તેમણે તેને એડમિશન આપવાનો ઇનકાર કરી દેતા તેણે હતાશામાં આવીને આ પગલું ભર્યું હતું.

તો બીજી બાજુ વિદ્યાર્થીએ ભૂતકાળમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે મારામારી કરી હોવાને કારણે તેનું એડમિશન રદ કર્યું હોવાનું કોલેજ સૂત્રોએ જણાવ્યું હતું.

નીતિન સોમપુરા નામનો આ વિદ્યાર્થી આંબાવાડી વિસ્તારમાં સ્થિત સીએન ફાઈન આર્ટ્સ કોલેજમાં શિલ્પ વિભાગમાં અભ્યાસ કરતો હતો. શિલ્પનો કોર્સ પૂર્ણ થયા બાદ તેણે આર્ટ ટીચર ડીપ્લોમાના કોર્સમાં પ્રવેશ લેવા માટે અરજી કરી હતી. જો કે વારંવારના પ્રયાસો છતાં તેને એડમિશન મળતું નહોતું. અગાઉ તેને કોલેજમાં એક વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો, જેમાં તેણે મારામારી કરી હોવાથી કોલેજ દ્વારા તેને એડમિશન નહીં આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેણે કોલેજમાં પ્રિન્સિપાલ સામે માફી પણ માંગી હતી તે છતાંય તેને એડમિશન અપાયું નહોતું.


આમ અનેકવારના પ્રયાસો છતાં એડમિશન ન અપાતા તેણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે કોલેજના વિદ્યાર્થીઓએ તેને બચાવી લીધો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસ અને મીડિયા સાથેની વાતચીતમાં નીતિને પ્રિન્સીપાલ પર અદાવત રાખી એડમિશન ન આપ્યાના આક્ષેપો કર્યા હતા.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker