Ahmedabad ના પૂર્વ વિસ્તારની સ્કૂલમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાની ઘટના,શિક્ષક સસ્પેન્ડ

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરના પૂર્વ વિસ્તારમાં સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવાની ઘટના બની છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીને તેની જગ્યા પર જઇને મારતા મારતા બહાર લાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં જ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલને નોટિસ આપીને આ વીડિયો અંગે ખુલાસો માગ્યો છે. સ્કૂલે પણ બનાવ બાદ શિક્ષકને સસ્પેન્ડ કર્યો છે.
શિક્ષકે વિદ્યાર્થીનું માથું પછાડી એક પછી એક 10 લાફા ઝીંક્યા
અમદાવાદ શહેરના પુર્વ વટવા વિસ્તારમાં આવેલી માધવ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પોતાની જગ્યા પર બેઠો હતો, ત્યારે વિદ્યાર્થીને સ્કૂલના શિક્ષક દ્વારા કોઇ કારણસર ઢોર માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાના CCTVમાં કેદ થઈ હતી. જેમાં શિક્ષક વિદ્યાર્થીની જગ્યા પર જાય છે અને વિદ્યાર્થીને પકડીને બ્લેક બોર્ડ પાસે લાવીને દિવાલ પર માથું પછાડે છે.
ત્યાર બાદ ચાર સેકન્ડમાં જ એક પછી એક 10 લાફા ઝીંકી દે છે. ત્યારે આ CCTVના વાયરલ વીડિયો અંગે શિક્ષણ વિભાગે પણ નોંધ લીધી હતી.
શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો
અમદાવાદ શહેર DEO જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો અંગે જાણ થતાં જ સ્કૂલને તાત્કાલિક નોટિસ આપવામાં આવી છે. સ્કૂલે શિક્ષકને સસ્પેન્ડ કર્યા છે, પરંતુ સ્કૂલ પાસે આ બનાવ અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.
Also Read –