(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારત-પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે શનિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ સંદર્ભે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ બુધવારે અઢી કલાક સુધી રાજ્ય પોલીસવડા વિકાસ સહાય સહિત સિનિયર આઈપીએસ ઓફિસરો સાથે હાઈલેવલ સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તેમણે મેચ પૂર્ણ થયા પછીના બીજા દિવસ અર્થાત રવિવારની રાત સુધી રાજ્યના તમામ સંવેદનશીલ ક્ષેત્રોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો આદેશ આપ્યો હતો.
રાજ્યમાં રવિવારથી નવરાત્રિનો આરંભ થઈ રહ્યો છે. બે દેશો વચ્ચેની ક્રિકેટ મેચને કારણે રાજ્યમાં જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં અનિચ્છનીય ઘટના ન બને તે ઉદ્દેશ્યથી ગૃહ રાજ્યપ્રધાને પોલીસને જ્યાં બંને ટીમના ખેલાડીઓ ઊતર્યા છે તે સ્થળો સહિત અન્ય હોટેલો આસપાસ પણ અવરજવર કરતા દરેક માણસ પર નજર રાખવા સૂચના આપી છે.ઉ