આપણું ગુજરાત

ડાકોરના શનિદેવના મંદિરમાં ઘૂસી અજાણ્યા શખ્સોએ મૂર્તિ ખંડિત કરી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસોથી શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ બાદ હવે ખેડાના યાત્રાધામ ડાકોરમાં અસામાજિક તત્ત્વો શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો છે. ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવ મંદિરમાં અસામાજિક તત્વોએ શનિદેવની મૂર્તિને ખંડિત કરી છે. આ ઘટનાની મંદિરના પૂજારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી:
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યાત્રાધામ ડાકોરના પુલ્હા આશ્રમ સામે આવેલા શનિદેવના મંદિરમાં ચોરી કરવા આવેલા અસામાજિક તત્વો દ્વારા શનિદેવની મૂર્તિને ખંડિત કરાઈ છે. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વડોદરામાં હનુમાનજીની મૂર્તિ ખંડિત થઈ હતી:
અત્રે ઉલ્લેખની છે કે, અગાઉ વડોદરાના સંવેદનશીલ એવા ભૂતડી ઝાંપાના તુલસીવાડી વિસ્તારમાં ગણેશ વિસર્જનની મોડી રાત્રે હનુમાનજીની પ્રતિમા ખંડિત થતા વિસ્તારમાં અશાંતિ ફેલાઈ હતી. જેના કારણે વિસ્તારમાં અજંપાભર્યો માહોલ સર્જાયો હતો. જો કે, પોલીસને જાણ થતા, પોલીસની ટીમે સ્થળ પર પહોંચી જઈ મામલો થાળે પાડ્યો હતો.

Also Read –

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…