સૌરાષ્ટ્રમાં જવાહર ચાવડા વર્સીસ ભાજપના નેતાઓનો જંગ શરૂ, જવાહર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, જુઓ વીડિયો...
આપણું ગુજરાત

સૌરાષ્ટ્રમાં જવાહર ચાવડા વર્સીસ ભાજપના નેતાઓનો જંગ શરૂ, જવાહર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, જુઓ વીડિયો…

જૂનાગઢઃ વિસાવદરમાં આમ આદમી પક્ષના વિધાનસભ્ય ગોપાલ ઈટાલિયાની જીત બાદ જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યા કરે છે. ઈટાલિયા પર પહેલા કૉંગ્રેસ અને પછી ભાજપમાં જોડાયેલા અને પ્રધાન બનેલા જવાહર ચાવડાની કૃપાદૃષ્ટિ હોવાની વાત તેની જીત બાદ જ વહેતી થઈ હતી.

ચાવડા ઘણા સમયથી ભાજપની નારાજ છે ત્યારે આજે તેમના અમુક સમર્થકો આમ આદમી પક્ષમાં સત્તાવાર રીતે જોડાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગોપાલ ઈટાલિયા અને હેમંત ખવા એમ બે આપના વિધાનસભ્યની હાજરીમાં ચાવડાના સમર્થકોએ આપના ખેસ પહેર્યા હતા.

ઈટાલિયાએ જે લોકો જનતા માટે કામ કરવા માગતા હોય તેમની માટે આપના રસ્તા વિસાવદરથી ખૂલે છે તેમ જણાવ્યું હતું. અગાઉ જવાબહર ચાવડા પક્ષ વિરુદ્ધ જાહેરમાં બોલ્યા છે અને તાજેતરમાં તેમણે બેરોજગારી મામલે એક અભિયાન પણ ચલાવ્યું છે.

ભાજપે લગાવ્યા ગંભીર આક્ષેપો
ભાજપના પ્રધાન રહી ચૂકેલા જવાહર ચાવડા પર પક્ષના જ નેતાએ ગંભીર આક્ષેપો કરતા ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. જૂનાગઢના માણાવદરની માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપના અગ્રણી નેતા દિનેશ ખટારીયાએ મીટીંગ બોલાવી હતી.

આ મીટીંગમાં માણાવદર વિધાન સભાના ધારા સભ્ય અરવિંદભાઈ લાડાણી ફેસબુક લાઇવ થયા હતા અને આમ આદમી પાર્ટીના બેરોજગારી અભિયાનથી માંડી જવાહર ચાવડાના છેલ્લા ૩૫ વર્ષના લેખા-જોખા ગણાવ્યા હતા. તેમણે ગંભીર આક્ષેપો કર્યા હતા અને ચાવડા પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવ્યા હતા.

આ પણ વાંચો…કમળનું નિશાન હટાવી ચૂકેલા જવાહર ચાવડા હજુ પણ બાગી તેવરમાં : PM ને પત્ર

અત્રે ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષો ભાજપને હંમેશાં વૉશિંગ મશીન કહેતા હોય છે. ભ્રષ્ટાચારના આક્ષેપો જે નેતા પર થયા હોય તે જો ભાજપમાં આવે તો ઉજળા બની જાય છે ત્યારે હવે ભાજપમાં આવેલા નેતા આમ આદમી પાર્ટીમાં જવાના છે અને ભાજપના નેતાઓ દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આક્ષેપો રાજકારણીય જગતમાં ખળભળાટ મચાવશે.

આ પણ વાંચો…વિસાવદર પેટાચૂંટણી બાદ જવાહર ચાવડા સક્રિય થતાં અનેક તર્કવિતર્ક

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button